કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં ગ્રામ પંચાયતોમાં. સુપ્રિટેન્ડન્સ ઓફ પોલીસ પિયુષ ફુલજલે નિરાકાર ના આદેશ અને માર્ગદર્શન હેઠળ નવા કાયદાઓ ની જાણકારી માટે યોજાયો કાર્યક્રમ 

હિન્દ ન્યુઝ, દીવ      દેશમાં 1લી જુલાઈ 2024 થી અમલમાં આવેલ ત્રણ કાયદાઓની જાણકારી માટે ગ્રામ પંચાયતોમાં એક કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વણાકબારા કોસ્ટલ પોલીસના ઇન્ચાર્જ નિલેશ કાટેકર ઉપયોગી માર્ગદર્શન આપ્યું કસ્ટર ઇન્ચાર્જ દ્વારા ચાલી રહેલ ઇન્ડિયન પીનલ કોડ IPC ની જગ્યાએ આજથી અમલમાં આવી રહેલ ભારતીય ન્યાય સહિતા બાબત પ્રાથમિકતા જાણકારી આપી હતી. આઇપીસી, સીઆરપીસી અને ઇન્ડિયન એવિડીયન્સ એક્ટની જગ્યાએ ભારત સરકાર દ્વારા ત્રણ કાયદાઓ ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સહિતા અને ભારતીય સાક્ષી અધિનિયમનો અમલ શરૂ કરવામાં આવ્યો છે એને બ્રિટિશ કાલ દરમિયાન તેમના…

Read More

મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલ જર્જરીત ‘જુના હાડોડ બ્રીજ’ ઉપર અવરજવર માટે બીજો હુકમ ન થાય ત્યાં સુધી મનાઈ ફરમાવવામાં આવે છે

હિન્દ ન્યુઝ, મહીસાગર મહીસાગર જીલ્લામાં લુણાવાડા હાડોડ વરધરી રોડ ઉપર જુનો હયાત ડુબાઉ હાડોડ બ્રીજ આવેલ છે જે હાલમાં જર્જરીત સ્થિતિમાં છે. આ બ્રીજની અપસ્ટ્રીમ બાજુએ રાજ્ય માર્ગ યોજના વિભાગ, વડોદરા દ્વારા નવીન હાઈલેવલ મેજર બ્રીજનું બાંધકામ કરવામાં આવેલ હોય આ હાઈલેવલ બ્રીજ વાહન વ્યવહાર માટે કાર્યરત છે, જેથી જુના ડુબાઉ પુલ ઉપર કોઈ અનિચ્છનીય બનાવ કે જાનહાની ન સર્જાય તે માટે બ્રીજ બંધ કરેલ છે. ઉપરોક્ત બાબત ધ્યાને લઈ ડુબાઉ પુલ ઉપર કોઈ અનિચ્છનીય બનાવ કે જાનહાની ન સર્જાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે જાહેરહીતમાં…

Read More

ચોમાસાની ઋતુ દરમિયાન આ રીતે પોતાનું અને પોતાના પરિવારનું આરોગ્ય સાચવો !

હિન્દ ન્યુઝ, આણંદ    આણંદ જિલ્લામાં ચોમાસાની ઋતનું આગમન થઇ ગયું છે અને જિલ્લાના મોટા ભાગના સ્થળોએ હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદે જમાવટ કરી છે.  ચોમાસા ઋતુ દરમિયાન જો કેટલીક બાબતોની તકેદારી રાખવામાં આવે અને કેટલીક બાબતોનું ખાસ પાલન કરવામાં આવે તો નાગરિકો પોતાનું અને પોતાના પરિવારનું આરોગ્ય સાચવી શકે છે.  ચોમાસની ઋતુમાં ધ્યાન રાખવાની બાબતોમાં સૌએ પીવાના પાણી માટે ઉકાળેલા કે કલોરીશનેશન કરેલ પાણીનો ઉપયોગ કરવો, પીવા માટે જયારે પાણી લઇએ ત્યારે ડોયાનો જ ઉપયોગ કરવો, પાણીના સંગ્રહસ્થાનોને હંમેશાં હવાચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખવા કે જેથી પાણીમાં…

Read More

સ્વચ્છ ભારત મિશન અર્બન અને નિર્મળ ગુજરાત અંતર્ગત ઝીરો વેસ્ટ તરફની પહેલ

હિન્દ ન્યુઝ, આણંદ     રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ખ્જારા ગુજરાતને ઝીરો વેસ્ટ તરફ અગ્રેસર બનાવવાના ભાગરૂપે આણંદ ખાતે નગરપાલીકાના સહયોગથી ”સ્વચ્છ ભારત મિશન અર્બન અને નિર્મળ ગુજરાત થકી ઝીરો વેસ્ટ તરફ” પહેલની શરૂઆત કરવામાં આવી છે. જે અન્વયે આણંદ ખાતે જિલ્લાના અધિકારીઓની ઉપસ્થગિતિમાં જિલ્લા કક્ષાનો એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.         જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ તાલીમમાં ઉપસ્થિત જિલ્લાના અધિકારીઓઓને સંબોધતા કહ્યું કે, જિલ્લાના તમામ નગરપાલિકાએ ઝીરો વેસ્ટની દિશામાં આગળ વધીને આણંદ જિલ્લો સ્વચ્છતા સર્વેક્ષણ -૨૦૨૪માં સારું રેટિંગ પ્રાપ્ત કરે તે માટે…

Read More