ગુજરાતમાં ગૌવંશ તેમજ અબોલ પશુઓને કતલખાને ધકેલવાના ષડયંત્ર ને અટકાવવા ‘હિન્દુ સેના’ ની પહેલ

હિન્દ ન્યુઝ, જામનગર

      ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી શાંતિનો માહોલ જળવાયેલો છે, ત્યારે જે જેહાદી માનસિકતા ધરાવતા લોકો દ્વારા ગુજરાતના ગામડાઓમાંથી ગૌવંશ તેમજ અબોલ પશુઓને કતલખાને પહોંચવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. રાજ્યના લગભગ જિલ્લાઓ માંથી અમુક કોમના લોકો સાથે મળી મોટા પાયે ગૌવંશ તેમજ અબોલ પશુઓને એકત્રિત કરી ગૌશાળા અથવાતો અબોલ પશુઓને તબેલામાં પહોંચાડવાના બહાના હેઠળ ડમી દસ્તાવેજો ઊભા કરી પોલીસ તંત્રને ગેરમાર્ગે દોરી મોટા પાયે કતલખાને પહોંચાડવાનું કામ વેગવંતુ ચાલી રહ્યું છે. ગૌરક્ષકો રાત દિવસ એક કરી આવા ષડયંત્રને પહોંચી વળવા મહેનત કરે છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ ચોક્કસ સપોર્ટ મળતો નથી અને ગૌવંશ તેમજ અબોલ પશુઓની હેરાફળી વધી છે ત્યારે હિન્દુ સેના દ્વારા તમામ જિલ્લાઓમાં સર્વે થતા સરકારી તંત્રનો પૂરો સહયોગ મળતો ન હોય જેથી મોટે પાયે ગૌરક્ષકો અને ષડયંત્રકારો આમને સામને આવશે અને હત્યા સુધીની મોટી ઘટના બનતા વાર લાગે તેમ નથી. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ઉચિત પગલાં લઈ રાત દિવસ પેટ્રોલિંગ વધારી આપવા અને ઉચિત પગલા લેવા હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટ દ્વારા ઉચ્ચતર સુધી યોગ્ય કાર્યવાહી કરવા છઠી મે 2024 ના રોજ મેઇલ કરી વિનંતી કરી છે. 

ગુજરાતના રાજકોટ હાઇ-વે નો આ કામ માટે ભરપૂર ઉપયોગ થતો હોય તેમજ જામનગર નજીક આવેલ લાલપુર પાસેના ચોખંડા ગામમાં મોટા પાયે અબોલ પશુઓની સપ્લાય થઈ રહી છે, જેમના ભૂતકાળ પણ આ કાર્યોથી જાણીતા છે. આ એક ઉદાહરણ છે ગુજરાતના અનેક ગામોમાંથી ચોખંડા ગામની જેમ મોટા પાયે પશુ તસ્કરીના ધંધાઓ ધંમધમી રહ્યા છે જેની ગંભીર નોંધ સરકાર નહિ લે તો આવતા સમયમાં હિન્દુ સેનાએ શસ્ત્રો ઉઠાવવાનો વારો આવશે અને એનું પરિણામ ગંભીર રીતે સરકારે ભોગવવું પડશે.


Advt.

Related posts

Leave a Comment