હિન્દ ન્યુઝ, જામનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના માર્ગદર્શન તળે DHEW અંતર્ગત પટેલ એકેડમી સ્કૂલ ખાતે 100 દિવસીય સ્પેશિયલ એનરોલમેન્ટ ડ્રાઈવ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓની સુરક્ષા અને સલામતી, મહિલાઓને વિવિધ યોજના અંગેની માહિતી, રાજ્ય સરકારશ્રી દ્વારા અમલમાં મુકવામાં આવેલી વિવિધ યોજનાઓ વિષે માહિતી, ગુડ ટચ એન્ડ બેડ ટચ, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર, મહિલા પોલીસ સ્ટેશન, 181 મહિલા હેલ્પલાઈન, ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર, આરોગ્ય હેલ્પલાઈન નંબર, નારી અદાલત, વહાલી દીકરી યોજના વગેરે અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉક્ત કાર્યક્રમમાં શાળાના…
Read MoreDay: July 11, 2024
જામનગરના ફરાર આરોપીને કોર્ટમાં હાજર થવા જાહેરનામું બહાર પડાયું
હિન્દ ન્યુઝ, જામનગર જામનગરના આરોપી અસગર હુસેનભાઈ કમોરાએ ભારતીય દંડ સંહિતાની કલમ-307, 324, 504, 114 તથા જી.પી.એકટની કલમ 135 (1) હેઠળ શિક્ષાપાત્ર ગુન્હો કર્યો છે. તે ઉપરથી કાઢવામાં આવેલા ધરપકડ વોરંટ પર એવો શેરો થઈ આવેલ છે કે સદરહુ આરોપી મળી આવતા નથી. તેઓ ફરાર થઈ ગયા છે અથવા વોરંટની બજવણી ન થાય તે માટે સંતાતા કરે છે. આથી ઉપરોક્ત આરોપીએ તે ફરિયાદનો જવાબ આપવા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સેસન્સ જજ જામનગરની કોર્ટ સમક્ષ તા.15/07/2024 ના રોજ સવારે 11:00 કલાકે હાજર થવા જાહેરનામામાં જણાવવામાં આવેલ છે. Advt.
Read Moreખેડૂતોએ નેનો ફર્ટીલાઈઝર સહાયથી મેળવવા માટે જિલ્લા કે તાલુકાના સંબંધિત વિતરક સંસ્થાનો સંપર્ક કરવો
હિન્દ ન્યુઝ, છોટા ઉદપુર નેનો યુરીયા(પ્રવાહી)એ ભારત સરકારના ફર્ટીલાઈઝર કંટ્રોલ ઓર્ડર(FCO)દ્વારા સૂચિત વિશ્વનું પ્રથમ નેનો ખાતર છે. જેના થકી છોડોને નાઈટ્રોજન કે ફોસ્ફરસ જેવા તત્વો પ્રવાહી સ્વરૂપમાં સીધા છોડને ઉપલબ્ધ કરાવી શકાય છે. નેનો ફર્ટીલાઈઝર પોષક તત્વોથી સમૃદ્ધ જમીન, પાણી અને હવાના પ્રદુષણને ઘટાડવામાં સમર્થ છે. તેમજ નેનો ફર્ટીલાઈઝરનો પરિવહન અને જાળવણી ખર્ચ પણ ઓછો છે. સ્પ્રેના કારણે આ યુરીયા તેમજ ડીએપીનો સંતુલિત ઉપયોગ થાય છે, જે પર્યાવરણ માટે સારું છે અને નેનો ફર્ટીલાઈઝરના સંતુલિત ઉપયોગને કારણે છોડમાં રોગો અને જીવાતોનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. તેમજ…
Read Moreજમીનની સાથે માનવ સ્વાસ્થ્યની જાળવણી માટે પ્રાકૃતિક ખેતી આવશ્યક – શૈલેશભાઈ રાઠવા
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર માનવી શરીર ભૂમિ, વાયુ, જલ, અગ્નિ અને આકાશ એમ પાંચ તત્વોનું બનેલું છે. મનુષ્યનું શરીર અને સ્વાસ્થ્ય આ પંચતત્વો પર નિર્ભર કરે છે. સમયની સાથે પરિવર્તનો થયા, સમયની માંગ પ્રમાણે પરિણામો પરિણામલક્ષી નથી, આજે પર્યાવરણહિતેષી પ્રાકૃતિક ખેતી જરૂરી બની છે. વધુ ખેત ઉત્પાદન મેળવવા માટે વર્ષોથી જમીનમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગના કારણે જમીનની ફળદ્રુપતા ઘટી.. આજે પરિસ્થિતિ જુદી છે. અન્નદાતાઓ પણ જાગૃત થઈને પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના વીજળી ગામના શૈલેષભાઇ રાઠવા પણ રાસાયણિક ખેતીના દુષ્પ્રભાવોને ધ્યાને…
Read Moreપરિવારથી વિખુટી પડેલ બાળકીનું પરિવાર સાથે પુનઃમિલન કરાવતું “સખી” વન સ્ટોપ સેન્ટર, આણંદ
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ રેલ્વે પોલીસ દ્વારા પોતાના ઘરેથી ભૂલી પડેલ એક પીડિત બાળકીને આશ્રય માટે સખી વન સ્ટોપ સેન્ટર, આણંદ ખાતે મુકવામાં આવી હતી. બાળકીની ઉંમર નાની હોઈ આણંદ રેલ્વે પોલીસ દ્વારા તેના વાલી વારસદારનો સંપર્ક શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ બાળકીના વાલી વારસદારનો કોઇ સંપર્ક ના મળતા રેલ્વે પોલીસ દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર, આણંદની મદદ લેવામાં આવી હતી. આ દરમિયાન સખી વન સ્ટોપ સેન્ટર, આણંદ દ્વારા બાળકી સાથે સતત કાઉન્સેલિંગ કરવામાં આવતાં બાળકીએ પોતે ઉત્તરપ્રદેશના કાનપુરની રહેવાસી હોવાનું જણાવ્યું હતું.…
Read Moreમહિને ૬ થી ૭ હજારનો વિજળી ખર્ચ ચૂકવતાં અરૂણભાઈ માટે આજે સોલાર રૂફટોપના યોજના બની આશિર્વાદરૂપ
હિન્દ ન્યુઝ, આણંદ ‘‘મારા ત્રણ રૂમ – હોલ – કિચન ધરાવતાં મકાનમાં પહેલા બે એ.સી., લાઈટ, પંખા સહિતના વીજ ઉપકરણોના વપરાશના કારણે મારે દર મહિને અંદાજિત ૬ થી ૭ હજારનું વિજળી બીલ ચૂકવવું પડતું હતુ, પરંતુ જયારથી મે મારા ઘર ઉપર સોલાર પેનલ લગાવી છે ત્યારથી મારા ઘરના વીજ બીલ વપરાશ માટે મારે એક નવો પૈસો પણ ચૂકવવો પડયો નથી. એટલું જ નહી પરંતુ આજે સોલાર પેનલના કારણે મને દર બે મહિને ૧૮૦૦ રૂપિયા જેટલી આવક મળતી થઈ છે.’’ આ શબ્દો છે આણંદના વ્યાયામા શાળા રોડ પાસે આવેલ…
Read Moreઆણંદ જનરલ હોસ્પિટલ ખાતે ૩ કેસબારી કાર્યરત
હિન્દ ન્યુઝ, આણંદ રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી આરોગ્ય લક્ષી શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહે તે માટે વિવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા કક્ષાએ જનરલ /સિવિલ હોસ્પિટલ, તાલુકા કક્ષાએ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ગ્રામ્ય કક્ષાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આણંદ જિલ્લા મથક ખાતે આવેલી જનરલ હોસ્પિટલ ખાતે અગાઉ દર્દીઓને કેસ કઢાવવા માટે એક બારી ઉપલબ્ધ હતી, પરંતુ છેલ્લા ઘણા સમયથી દર્દીઓની સંખ્યા ઉત્તરોતર વધતા મુખ્ય જિલ્લા તબીબી અધિકારી અને સિવિલ સર્જન ડોક્ટર અમર…
Read Moreજામનગર તાલુકામાં દરેડ ગામ અને તેની આસપાસના વિસ્તારો માટે જાહેરનામું બહાર પડાયું
હિન્દ ન્યુઝ, જામનગર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જામનગર તરફથી મળેલ અહેવાલ અનુસાર જામનગર તાલુકાના દરેડ ગામમાં કોલેરાનો પોઝીટીવ કેસ નોંધાયેલો છે. તેથી આ રોગનો ફેલાવો થતો અટકાવવા માટે દરેડ ગામને કોલેરા ગ્રસ્ત વિસ્તાર જાહેર કરવા માટે અને તેની આજુબાજુના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત વિસ્તાર જાહેર કરવા માટે દરખાસ્ત સામે આવી છે. કોલેરા રોગનો ફેલાવો થતો અટકાવવા માટે અને તાત્કાલિક પગલાં લેવા માટે એપેડેમિક ડિસીઝ એક્ટ નંબર 3 ઓફ 1897 અન્વયે કોલેરા રોગ નિયંત્રણની કલમ- 2 પ્રમાણે તેમને મળેલ અધિકારની રૂએ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બી.કે.પંડયા, જામનગર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું…
Read Moreભારત વિકાસ પરિષદ દ્વારા 62 માં સ્થાપના દિવસ નિમિત્તે રાજકોટ મેયર નયનાબેન નાં હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, રાજકોટ ભારત વિકાસ પરિષદ દ્વારા 62 માં સ્થાપના દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ ગૌશાળામાં ગાયોને ઘાસ ચારાનું વિતરણ રાજકોટ મેયર નયનાબેન હસ્તે કરવામાં આવેલ. ભારત વિકાસ પરિષદ શ્રી રણછોડ નગર શાખા દ્વારા ભારત વિકાસ પરિષદના 12 સાયન્સમાં સ્થાપના દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. જેમાં રાજકોટ શહેરના પ્રથમ નાગરિક માન્ય મેયર નયનાબેન પેઢડીયાએ “એક વૃક્ષ, માંં ભારત માતા કે નામ” વૃક્ષ વાવી ભારત વિકાસ પરિષદના સર્વે સભ્યો પણ પોતાનાથી પ્રયાસ કરીને દરેક પરિવારના સદસ્યએ એક વૃક્ષ વાવવા પ્રયાસ અને પ્રયત્ન કરવો જોઈએ. આ…
Read More