ખેડૂતોએ નેનો ફર્ટીલાઈઝર સહાયથી મેળવવા માટે જિલ્લા કે તાલુકાના સંબંધિત વિતરક સંસ્થાનો સંપર્ક કરવો

હિન્દ ન્યુઝ, છોટા ઉદપુર

     નેનો યુરીયા(પ્રવાહી)એ ભારત સરકારના ફર્ટીલાઈઝર કંટ્રોલ ઓર્ડર(FCO)દ્વારા સૂચિત વિશ્વનું પ્રથમ નેનો ખાતર છે. જેના થકી છોડોને નાઈટ્રોજન કે ફોસ્ફરસ જેવા તત્વો પ્રવાહી સ્વરૂપમાં સીધા છોડને ઉપલબ્ધ કરાવી શકાય છે. નેનો ફર્ટીલાઈઝર પોષક તત્વોથી સમૃદ્ધ જમીન, પાણી અને હવાના પ્રદુષણને ઘટાડવામાં સમર્થ છે. તેમજ નેનો ફર્ટીલાઈઝરનો પરિવહન અને જાળવણી ખર્ચ પણ ઓછો છે.

સ્પ્રેના કારણે આ યુરીયા તેમજ ડીએપીનો સંતુલિત ઉપયોગ થાય છે, જે પર્યાવરણ માટે સારું છે અને નેનો ફર્ટીલાઈઝરના સંતુલિત ઉપયોગને કારણે છોડમાં રોગો અને જીવાતોનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. તેમજ તેનો ઉપયોગ અનાજ, કઠોળ, શાકભાજી, ફળ, ફૂલ સહીત અન્ય તમામ પાકોમાં ઉપયોગ કરી શકાય છે. તેમજ ખેતીમાં યુરિયાના આડેધડ ઉપયોગથી બચવા માટેની ગંભીર સમસ્યાથી છુટકારો મેળવવા માટે પણ નેનો ફર્ટીલાઈઝર દરેક તબક્કે વરદાન સાબિત થશે. નેનો યુરીયા ખેડૂતોને રૂ.૨૨૫/- પ્રતિ બોટલ તથા નેનો ડીએપી રૂ.૬૦૦/- પ્રતિ બોટલના ભાવે ઉપલબ્ધ છે. જે પરંપરાગત યુરિયાની બેગ કરતા ૧૦ ટકા તથા ડીએપીની બેગ કરતા ૫૦ ટકા ઓછી કિંમતે ઉપલબ્ધ થશે. આથી ખેડૂતો દ્વારા ખેતી પાછળ કરવામાં આવતા ખાતર ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો કરી શકાશે.

વધુમાં રાજ્ય સરકાર દ્વારા એ.જી.આર.-૨ યોજનામાં તમામ ખેડૂતોને કુલ કિંમતના ૫૦ ટકા લેખે તથા એ.જી.આર.-૩યોજનામાં તમામ ખેડૂતોને કુલ કિંમતના ૭૫%લેખે, પ્રતિ હેકટર રૂ. ૭૫૦/-ની મર્યાદામાં વધુમાં વધુ ૪ હેકટર માટે રૂ. ૩૦૦૦/-ની મર્યાદામાં નેનો ફર્ટીલાઈઝરની ખરીદી પર સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલ છે. છોટાઉદેપુર જીલ્લાના ખેડૂતોને નેનો ફર્ટીલાઈઝર સહાયથી મેળવવા માટે જિલ્લામાં આપના તાલુકાની સંબંધિત વિતરક સંસ્થા પર જઈ ૮-અ, આધાર કાર્ડ રજુ કર્યેથી મેળવી શકાશે. આ યોજનામાં જિલ્લાના ખેડૂતોને વધુમાં વધુ લાભ લેવા જણાવવામાં આવે છે.

આ યોજનાની વધુ જાણકારી માટે આપના સંબંધિત તાલુકાના/ગામના તાલુકા અમલીકરણ અધિકારી, વિસ્તરણ અધિકારી(ખેતી) અથવા ગ્રામસેવક(ખેતી)નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યું છે.


Advt.

 

 

Related posts

Leave a Comment