હિન્દ ન્યુઝ, જામનગર ”સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ”તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે. જે અનુસાર જામનગર જિલ્લામાં આવેલા જોડિયા તાલુકામાં ”તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી તારીખ 24/07/2024 ના રોજ સવારના 11:00 કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી જિલ્લા કક્ષાના અધિકારી /મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ, જોડીયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવશે. તેથી આગામી તારીખ 16/07/2024 સુધીમાં અરજદારોએ…
Read MoreDay: July 6, 2024
સહકારી પ્રવૃત્તિને વેગ આપીને સમૃદ્ધિ તરફ આગળ વધતું ગુજરાત રાજ્ય
આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ એટલે વિશ્વભરમાં સહકારી ચળવળની વાર્ષિક ઉજવણી. વર્ષ ૧૯૨૩થી દર વર્ષે જુલાઈ માસના પ્રથમ શનિવારે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ ઉજવવામાં આવે છે. ભારત દેશ અનેક વર્ષોથી સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલો દેશ છે. સહકારી ક્ષેત્રની ક્ષમતાને ધ્યાને રાખીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૬ જુલાઈ, ૨૦૨૧ના રોજ ભારત સરકારના અલાયદા સહકારી મંત્રાલયની સ્થાપના કરી હતી. જોગાનુજોગ, આ વર્ષે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ અને સહકાર મંત્રાલયનો સ્થાપના દિવસ એક જ દિવસે ઉજવવામાં આવશે. જેના ભાગરૂપે ભારત સરકારે પ્રથમવાર “સહકારિતા દિવસ”ની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી ગુજરાતમાં…
Read Moreપ્રાકૃતિક કૃષિ પેદાશોના લેબ ટેસ્ટમાં ૯૯ ટકા જંતુનાશકમુક્ત સાબિત થઇ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ હવે એ વાત વૈજ્ઞાનિક ઢબે સાબિત થઇ ગઇ છે કે, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉત્પન કરેલી જણસોમાં લેશ માત્ર જંતુનાશકોનું પ્રમાણ હોતું નથી. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ પ્રાકૃતિક કૃષિકારોની જણસોનું નવસારી કૃષિ યુનિવર્સિટીમાં કરાવાયેલા પરીક્ષણમાં ૯૯ ટકા નમૂના પાસ થયા છે. આ પરિણામો ખેડૂતો અને ખેતીવાડી અધિકારી માટે ચાલકબળ સમાન બન્યા છે. નર્મદા જિલ્લામાંથી બે પ્રાકૃતિક કૃષિકારોના નમૂના પણ રસાયણમુક્ત આ પરીક્ષણમાં સાબિત થયા છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના મહાઅભિયાનમાં જોડાયેલા ખેડૂતોની જણસોના નમૂના રાજ્ય સરકારના આત્મા વિભાગના માધ્યમથી…
Read Moreગીર સોમનાથ જિલ્લામાં ચાલુ વર્ષનો અત્યાર સુધી સરેરાશ ૨૨૫ મી.મી. વરસાદ નોંધાયો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ ગીર સોમનાથ જિલ્લાના ૬ તાલુકામાં અત્યાર સુધીનો સરેરાશ ૨૨૫ મી.મી. વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કોડિનાર તાલુકામાં ૩૦૨ મી.મી. અને સૌથી ઓછો વેરાવળ-પાટણમાં ૧૩૧ મી.મી. વરસાદ નોંધાયો છે. છેલ્લા થોડા દિવસોથી ગીર સોમનાથ જિલ્લામાં મેઘ મહેર થઇ રહી છે. જેમાં અત્યાર સુધીના વરસાદના આંકડા જોઇએ તો, ગીરગઢડામાં ૧૭૮ મી.મી., તાલાલામાં ૨૭૯ મી.મી. વેરાવળ-પાટણમાં ૧૩૧ મી.મી. સુત્રાપાડામાં ૨૫૦ મી.મી. કોડિનારમાં ૩૦૨ મી.મી. અને ઊના તાલુકામાં ૨૧૦ મી.મી. વરસાદ નોંધાયો છે. આમ, જિલ્લામાં અત્યાર સુધી કુલ…
Read Moreગીર સોમનાથ જિલ્લામાં વાવણીલાયક વરસાદ બાદ ખરીફ પાકોનું ૬૫,૪૧૯ હેક્ટરમાં નોંધપાત્ર વાવેતર
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લાના ૬ તાલુકાઓમાં વાવણીલાયક વરસાદ વરસી ચૂક્યો છે. નોંધપાત્ર વરસાદને કારણે ખરીફ પાકોનું વ્યાપક પ્રમાણમાં વાવેતર શરૂ થઈ ચૂક્યું છે. સારા વાવણીલાયક વરસાદને કારણે જુદાં જુદાં વિસ્તારના ખેડૂતો હજુ વધારે વાવેતરનું આયોજન કરી રહ્યા છે. જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કુલ ખરીફ વાવેતરમાં સરકારની ટેકાના ભાવે ખરીદીની યોજનાને પરિણામે ધરતીપુત્રો વાવણીમાં ઉત્સાહભેર વ્યસ્ત બન્યા છે. જુલાઈ માસની શરૂઆતમાં વાવેતરના પ્રાપ્ત આંકડાઓ જોઈએ તો, જિલ્લાભરમાં મગફળી ૪૭,૯૪૦ હેક્ટર, સોયાબીન ૩,૨૫૪ હેક્ટર, કપાસ ૬,૬૪૨ હેક્ટર, ઘાસચારો ૫,૨૦૨ અને શાકભાજીનું…
Read Moreગીરગઢડામાં જાહેરનામા ભંગ બદલ ત્રણ ડોકટરો વિરૂદ્ધ પોલીસ ફરીયાદ દાખલ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રાજકોટ શહેરમાં નાના મવા મેઈન રોડ પર ટીઆરપી મોલ ખાતે બનેલી આકસ્મિક આગની ઘટનાને પગલે ગીર સોમનાથ જિલ્લામાં આ પ્રકારની ગંભીર ઘટના ન બને અને આવા સ્થળોએ જતી વખતે લોકો સ્થળ પરની સુરક્ષા બાબતે સજાગ રહે અને આવા વિવિધ એકમોના માલિકો પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવે તે માટે જિલ્લાના તમામ જાહેર અને ખાનગી સ્થળો કે, જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકત્ર થતાં હોય તેવી તમામ જગ્યામાં જિલ્લાના મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ ડી. જાડેજાએ ફોજદારી કાર્યરીતિ સંહિતા ૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ જિલ્લાના તમામ જાહેર સ્થળોએ સક્ષમ સત્તાધિકારી દ્વારા…
Read Moreખેતરના પાકમાં સંકલિત જીવાત નિવારણ માટે ઉપયોગી થતી સોલાર લાઈટ ટ્રેપ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો રાસાયણિક મુક્ત અન્ન ઉત્પાદન કરવા માટે અવનવા આઈડિયા અપનાવવામાં આવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીના પાકમાં સંકલિત જીવાતના નિયંત્રણ માટે સોલર લાઈટ ટેપ ઉપયોગી બની છે. પ્રાકૃતિક ખેતી કરતા હસનાવદર ખેડૂત પ્રતાપભાઇ બારડ દ્વારા સોલાર લાઈટ ટ્રેપથી સંકલિત જીવાત નિયંત્રણ કરવામાં આવે છે અને મોંઘીઘાટ રાસાયણિક દવા છંટકાવમાંથી મુક્તિ મળી છે અને જીવાત નિયંત્રણ માટે નહિંવત ખર્ચ થાય છે. પ્રતાપભાઇએ ખેતરમાં સોલાર લાઈટ ટ્રેપ ગોઠવીને જીવાત નિયંત્રણ કરવામાં આવે છે. આ સોલાર લાઈટ ટ્રેપમાં પાણી અને તેલના મિશ્રણને ભરવામાં આવે છે…
Read Moreશાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ,ગુજરાત સરકાર દ્વારા “શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ” કાર્યરત છે, જેમાં નવજાત શીશુ થી ૬ વર્ષ સુધીના આંગણવાડીના બાળકો તથા ધોરણ ૧ થી ૧૨ મા અભ્યાસ કરતા શાળા એ જતા અને શાળા એ ન જતા ૧૮ – વર્ષ સુધીના તમામ બાળકોની “4D” પ્રમાણે આર.બી.એસ.કે. ટીમ દ્વારા દરેક સ્કૂલ, આંગણવાડી, મદરેસા, આશ્રમ શાળા ખાતે મુલાકાત કરી સ્ક્રીનીંગ કામગીરી કરવામાં આવે છે. તેમજ સ્ક્રીનીંગ કામગીરી દરમ્યાન “4D” મુજબ જે બાળકો મળે છે, તેઓને સૌ પ્રથમ તાલુકા (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) કક્ષાએ તપાસણી…
Read Moreછોટાઉદેપુર જિલ્લામાં રક્તપિત દર્દી શોધ અભિયાન
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યના ૧૨ જિલ્લાઓમાં તા.૧૦/૦૬/૨૦૪ થી રક્તપિત દર્દી શોધ અભિયાન અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે છોટાઉદેપુર જિલ્લાના ૬ તાલુકાના ૫૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૩૧૦ આયુષ્માન આરોગ્ય મંદિર અને એક શહેરી આરોગ્ય કેન્દ્રના તાબામાં આવતા તમામ ગામોમાં આશા બહેનો તથા પુરૂષ સ્વયં સેવકોની ૧,૧૧૫ ટીમ દ્વારા ઘરે ઘરેફરીને રક્તપિતના શંકાસ્પદ કેસ શોધવાની કામગીરી કાર્યરત છે. રક્તપિત દર્દી શોધ અભિયાનની કામગીરી દરમિયાન તા.૦૪/૦૭/૨૦૨૪ સુધીમાં જિલ્લાના ૧,૮૮,૪૪૮ ઘરોની મુલાકાત લઈ ૯,૬૪,૦૮૯ લોકોની તપાસ કરવામાં આવી છે. આ તપાસમાં જિલ્લામાં ૪૨…
Read More