ગીર સોમનાથ,
પ્રભાસ પાટણ ખાતે વોડૅ નં 2 માં આવેલ શાહિન કોલોની, લખાતવાડી, ગુલાબ નગર વિગેરે કોલોનીનાં શહેરીજનો પ્રાથમિક સુવિધાઓ થી વંચિત અને વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા ની કામગીરીથી અસંતુષ્ટ છે. નગરપાલિકા દ્વારા શહેરીજનો પાસે ટેકસ ના નામે લાખો રૂપિયાની ઉઘરાણી કરવામાં આવે છે ત્યારે શહેરીજનો વર્ષ 2015-16 થી 2018-19 આમ ચાર વર્ષ થી આ કોલોનીનો નગરપાલિકામાં સમાવેશ થયો છે. ત્યારે આટલા વર્ષોથી શહેરીજનોને નગરપાલિકા દ્વારા માત્ર સપનાઓજ દેખાડવામાં આવ્યાં છે. લોકો નિયમિત રીતે હાઉસટેક્સની ભરપાઈ કરતાં આવ્યાં છે. પરંતુ આજ દિન સુધી લોકોને રોડ રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટો, સફાઈ થી વંચિત રાખવામાં આવ્યા છે.
આ કોલોનીનાં પ્રશ્ર્નો તો ઘણાં છે. વર્ષાદ નાં પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી, ઠેર ઠેર પાણી ભરાવાથી ગંદગી ફેલાય છે આ ગંદકી થી ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો છે. દરેક ઘરે વૃદ્ધો તથા નાના બાળકો બિમારી નો શિકાર બન્યા છે. રોડ રસ્તાઓ ખરાબ હોવાથી લોકોને આર્થિક તથા શારીરિક નુકશાન થયું છે. સાવૅજનિક પ્લોટોમાં ગંદગી હોવાથી નાના બાળકોને રમવા માટેની જગ્યાનો અભાવ છે.
આવી ઘણી સમસ્યાઓ થી લોકો પરેશાન છે ત્યારે હવે લોકો લડી લેવાના મૂડમાં આવી ગયા છે. આખરે આ બધું ક્યાં સુધી સહન કરવાનું? નગરપાલિકા જે વેરાઓ વસૂલ કરે છે ત્યારે પ્રાથમિક સુવિધાઓ આપવી એ નગરપાલિકાની ફરજમાં આવે છે. હવે લોકો જાગૃત થઈ ગયા છે. પોતાના હક અને અધિકારો માટે લડવા માટે તૈયાર છે. વર્ષ 2020-21 નો હાઉસટેક્સનો શહેરીજનો બહિષ્કાર કરવાનાં મૂડમાં છે.
રિપોર્ટર : મો. સઈદ મહિડા, ગીર સોમનાથ