રાજકોટ શહેરમાં કોરોના વાયરસના અજગર ભરડાના કારણે હાલ પૂરતા બાગ બગીચા નહીં ખોલવાનો નિર્ણય કરાયો છે, રાજકોટમાં આવેલા ૧૫૨ જેટલા બાગ બગીચા બંધ રહેશે

રાજકોટ,

તા.૭/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ખાતે સિવિલમાં કોવિડ સેન્ટર આસપાસ રેડ ઝોન જાહેર કરાયો છે. સામાન્ય લોકોની અવર-જવર ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોવિડ હોસ્પિટલ આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોવિડ હોસ્પિટલ આસપાસ મીડિયાને પણ પ્રવેશબંધી નિષેધ કરવામાં આવી છે. કોવિડ હોસ્પિટલમાં સુવિધાની મોટી મોટી વાતોની પોલ મીડિયા દ્વારા ખોલાઈ રહી છે. જેના કારણે તંત્રએ આ નિર્ણય લીધો છે. રાજકોટમાં કોરોના સંક્રમણ વધતા આ નિર્ણય લેવાયો છે. રાજકોટમાં હજુ પણ બાગ બગીચા નહિ ખોલવામાં આવે. રાજકોટમાં ૧૫૨ જેટલા નાનામોટા બાગ બગીચા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment