હિન્દ ન્યૂઝ, ડભોઇ
આજરોજ ફાગણ વદ અગિયારસએ ધર્મશાસ્ત્ર મુજબ પાપમોચની એકાદશી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ને અતિ શુભ માનવામાં આવે છે.ડભોઈ- દર્ભાવતિ ના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા છેલ્લા ૨૩ વર્ષથી સતત આ શુભ દિવસે ડભોઇ તાલુકાના કરનાળી ખાતે આવેલા કુબેર દાદાના દર્શનાર્થે આવે છે જે મુજબ આજરોજ તેઓ પોતાના ધર્મ પત્ની મીનાબેન મહેતા સાથે કુબેર દાદાના દર્શનાર્થે પહોંચ્યા હતા જાણવા જેવી હકીકત એ છે કે ધારાસભ્ય શૈલેષ ભાઈ મહેતા થોડા સમય પહેલાં જ કોરોના સંક્રમિત થયા હતા અને ૧૭ દિવસ સુધી કોરોન્ટાઈન રહી સ્વસ્થ બની કુબેર દાદાના દર્શને આવી પહોંચ્યા હતા. શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે તેઓ પ્રજાજનોના અને કુબેર દાદા ના આશીર્વાદથી ટૂંકા સમયગાળામાં જ સ્વસ્થ થયા છે.તેઓએ પ્રજાજનોને સૂચન કર્યું હતું કે આ મહામારી ના સમયે આપણે પોતે પોતાની જાતને સાચવીએ અને સાવચેત રહીએ તો આપણે પોતાની જાતને અને બીજા લોકોને પણ આ મહામારી માંથી બચાવી શકીએ છીએ હાલના સમયમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ SOP નુ ચૂસ્તપણે પાલન કરવું જોઈએ. આગામી સમયમાં 12 એપ્રિલના રોજ સોમવતી અમાસ આવી રહી છે. જેથી પ્રજાજનોની ભીડભાડ એકઠી ન થાય તે માટે કુબેરેશ્વર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે પ્રવેશ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેને પૂરતો સહકાર આપવો જોઈએ અને પ્રત્યક્ષ દર્શન કરવા માટે આવવાનું ટાળી દેવું જોઇએ અને મંદિર ટ્રસ્ટ દ્વારા જે ઓનલાઇન દર્શનની સગવડ ઉભી કરવામાં આવી છે તેનો પૂરતા પ્રમાણમાં લાભ લેવો જોઈએ .તેઓએ કુબેર દાદા ને પ્રાર્થના કરી હતી કે સમગ્ર વિશ્વ સહિત ભારત દેશ કોરોનાવાયરસની આ મહામારીમાંથી ઝડપભેર મુક્ત થાય.
રિપોર્ટર : રાજેશ વાળંદ, ડભોઇ