હિન્દ ન્યૂઝ, દિયોદર
રાજયમાં કોરોના કહેર આવતા કોરોના પોઝિટિવ કેશમા વધારો થતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા મા કોરોના આંક ૧૦૦ ને પાર કરતા કોરોના સ્થિતિ વણશી હોય, હવે સ્વેચ્છાએ બંધ પાળવા વેપારીઓ અને લોકો વચ્ચે બેઠકો યોજાઈ રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નગરપાલિકા ચિફ ઓફિસર સાથે વેપારીઓ દ્વારા સ્વયં શનિ રવિ બંધ પાળવા નિર્ણય લેવાયો છે. સાથે આજે ડીસા શહેર ને પણ બંધ પાળવા આગળ આવવું પડયું છે ત્યારે કોરોના ની સ્થિતિ ને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર દ્વારા વેપારીઓ અને લોકો માટે સોસિંયલ ડિસ્ટન્સ રાખવું અને માસ્ક પહેરવું ફરજિયાત બનાવવા દિયોદર પોલીસે આજે ફલેગ માર્ચ યોજી હતી.
દિયોદર પોલીસ મથકના પીએસઆઇ એચ પી દેસાઈ દ્વારા પોલીસ કાફલા સાથે માઈક મા જાહેરાત આપી લોકોને સાવધાન રહેવા અપીલ કરી હતી, કે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેશ આવતા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે અને બજારમાં વેપારીઓ અને લોકો માસ્ક પહેરી સોસિંયલ ડિસ્ટન્સ સાથે કોરો ના નું સંક્રમણના ફેલાયના માટે પ્રયાસ કરવા કવાયત હાથ ધરી છે. દિયોદર પોલીસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે કોરોના ની ગાઈડ લાઈન નું પાલન ના કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.. દિયોદર પોલીસે સાવચેતીના ભાગ રૂપે લોકોમાં ફફડાટ કે ભય ના ફેલાય સાથે કોરોના ની મહા મારી થી બચવા સાવધાન રહેવા જાગૃતિ અભિયાન શરૂ કર્યું હતું.
રિપોર્ટર : પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર