નરેન્દ્રભાઈ મોદીના સતત મળી રહેલા માર્ગદર્શનથી ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ સર કરવા સક્ષમ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવના નેતૃત્વમાં ગુજરાતની મુલાકાતે આવેલ મધ્યપ્રદેશ સરકારના વરિષ્ઠ સચિવોના પ્રતિનિધિ મંડળે નાણાં-ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને ગુજરાતની સર્વગ્રાહી અને સર્વસમાવેશી વિકાસ મોડલની વિસ્તૃત જાણકારી મેળવી હતી.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ ગુજરાતના સર્વસમાવેશી વિકાસના મોડલની પ્રશંસા કરતા જણાવ્યું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યના સર્વગ્રાહી વિકાસનો જે મજબુત પાયો નાખ્યો છે તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્રષ્ટીવંત નેતૃત્વમાં ટીમ ગુજરાત મક્કમતાપુર્વક નવી ઊંચાઈએ પહોંચાડવા જે પ્રતિબદ્ધતાથી કાર્યરત છે તે અભિનંદનીય છે તથા જનહિતકારી સુશાસનથી પ્રજાકલ્યાણ યોજનાઓ અને કાર્યોમાં ઈનોવેશન તથા ટેક્નોલોજીના સમુચિત ઉપયોગથી ગુજરાત દેશનું રોલ મોડલ બન્યું છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ ગુજરાતની આ પહેલોને મધ્યપ્રદેશમાં કઈ રીતે લાગુ કરી શકાય તે અંગેની જાણકારી મેળવવામાં પણ રસ દાખવ્યો હતો અને ગુજરાતના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળને આ હેતુસર મધ્યપ્રદેશની મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સતત મળી રહેલા માર્ગદર્શનથી ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ સર કરવા સક્ષમ બન્યું છે અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા પ્રતિબદ્ધ છે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તથા તેમની સાથેના વરિષ્ઠ સચિવઓએ આ બેઠક અગાઉ સી.એમ. ડેશબોર્ડની બહુવિધ ગતિવિધિઓ નિહાળીને રીયલ ટાઈમ મોનીટરીંગ તથા જનસંવાદ કેન્દ્ર દ્વારા ફિડબેક મિકેનીઝમની પણ તલસ્પર્શી જાણકારી મેળવી હતી.

Related posts

Leave a Comment