હિન્દ ન્યુઝ, દીવ
સમગ્ર શિક્ષા અને શિક્ષણ વિભાગ દીવ દ્વારા જિલ્લા કક્ષાએ કલા ઉત્સવ 2024-25 નો કાર્યક્રમ યોજાયો. જેમાં વિવિધ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ યુ.ટી. કક્ષાએ તારીખ 22 અને 23 નવેમ્બર ના રોજ દાદરા નગર અને દમણ & દીવ ત્રણેય જિલ્લાઓના વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધામાં ભાગ લેશે. જેમાં નાટક, વોકલ ફોક. કલાસિકલ ઈન્સ્ટુમેન્ટલ, કલાસિકલ ડાન્સ તેમજ 3D વિઝુઅલ આર્ટ જેવી સ્પર્ધાઓ શામેલ છે. જેમાં આજરોજ દીવ જિલ્લા ના કુલ 10 વિદ્યાર્થીઓ અને 3 શિક્ષકો પૈકી જીજ્ઞેશ તિલાવત, શ્રીમતી તસ્લીમા શેખ, શ્રીમતી મિત્રા સોલંકી અને સર્વશિક્ષા વિભાગના ટુર કોર્ડિનેટર શ્રી માનસીન બામણીયા જવા માટે રવાના થયા.
દીવ જિલ્લા શિક્ષણાધિકારી અરવિંદ સોલંકી અને દિવ્યેશ જેઠવા એ શુભેચ્છા સાથે UT લેવલે સિલ્વાસ જવા માટે રવાના કર્યા. સિલ્વાસ ખાતે UT લેવલે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ નેશનલ લેવલે કલા ઉત્સવ કાર્યક્ર્મમાં ભાગ લેશે.
રિપોર્ટર : વિજયલક્ષ્મી પંડયા, દીવ