નવસારી જિલ્લામાં જનગણના-૨૦૨૭ અંતર્ગત સ્વ-ગણના અભિયાનનો પ્રારંભ

હિન્દન્યુઝ, નવસારી      ભારત સરકાર દ્વારા હાથ ધરાનારી જનગણના-૨૦૨૭ અંતર્ગત તા. ૧૭ મે ૨૦૨૬ થી ૩૧ મે ૨૦૨૬ દરમિયાન સ્વ-ગણના (Self-Enumeration) પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત નાગરિકો પોતાના ઘરે બેઠા ઓનલાઈન માધ્યમથી પોતાની તથા પરિવારની માહિતી નોંધાવી શકશે. આ સંદર્ભે નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની દ્વારા જિલ્લાના નાગરિકોને સ્વ-ગણનાની પ્રક્રિયામાં સક્રિય સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીએ જણાવ્યું હતું કે જનગણના દેશના ભાવિ વિકાસ અને આયોજન માટેની સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રક્રિયાઓમાંની એક છે.    જિલ્લા કલેક્ટરએ જિલ્લાના તમામ નાગરિકોને તા. ૧૭ મે…

Read More

દાહોદ પ્રાયોજના વહીવટદાર પ્રતિક જૈનના અધ્યક્ષ સ્થાને ચીલાકોટા મુખ્ય પ્રા. શાળા ખાતે જન ભાગીદારી અભિયાનનો કરાયો પ્રારંભ

હિન્દ ન્યુઝ, દાહોદ       ભારત સરકાર દ્વારા ધરતી આબા જન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત જન ભાગીર્દારી અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. દાહોદ જિલ્લામાં “ જન ભાગીદારી અભિયાન ” અંતર્ગત લીમખેડા તાલુકાના ચીલાકોટા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે પ્રાયોજના વહીવટદાર પ્રતિક જૈનના અધ્યક્ષ સ્થાને જન ભાગીદારી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી લીમખેડા યશોરાજસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા કક્ષાએ કલસ્ટર દીઠ તાલુકાના તમામ ગામો આવરી લઈ જે તે ફાળવેલ સ્થળ પર કેમ્પ કરવાના આવશે. આ કેમ્પ દરમ્યાન તારીખ ૧૮ મે થી તારીખ ૨૫ મે સુધી…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત લેતા ગુજરાત કેડરમાં ફાળવાયેલા 2025ની બેચના 8 પ્રોબેશનરી IAS ઓફિસર્સ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર       બાવન સપ્તાહની જિલ્લા તાલીમ પૂર્વે માન. મુખ્યમંત્રીએ અજમાયશી IAS અધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી; આ અધિકારીઓ જિલ્લા તાલીમ દરમિયાન જાહેર આરોગ્ય અને પોષણ, વન ડિસ્ટ્રિક્ટ – વન પ્રોડક્ટ, સોશિયલ એન્ડ ફાઇનાન્શિયલ ઇન્કલુઝન, ગુડ ગવર્નન્સ, લૉ એન્ડ ઓર્ડર, મેનેજમેન્ટ જેવા બહુવિધ વિષયો પર તાલીમ મેળવશે. માન. મુખ્યમંત્રીને મળેલા આ પ્રોબેશનરી IAS અધિકારીઓએ SPIPAની તાલીમ તેઓની કારકિર્દી ઘડતરમાં મહત્ત્વપૂર્ણ બની હોવાની લાગણી વ્યક્ત કરી.

Read More

માળીયા હાટીના પટેલ સમાજ રણછોડ નગર ખાતે ભવ્ય “પ્રોટોકોલ યોગ શિબિર”નું સફળ આયોજન

હિન્દ ન્યુઝ, જૂનાગઢ      ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલજીના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તા.૨૧મી જૂનની ઉજવણીના ભાગરૂપે માળીયા હાટીના પટેલ સમાજ રણછોડ નગર ખાતે ભવ્ય “પ્રોટોકોલ યોગ શિબિર”નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં જિલ્લા કો-ઓર્ડીનેટર જયંતિ કાછડીયા, યોગકોચ દક્ષાબેન ચુડાસમા, કૃપાબેન સાદરીયા, કિરણબેન કારિયા, સેલિના કાછડીયા તેમજ રેગ્યુલર યોગ ટ્રેનરો ઉપસ્થિત રહયા હતા. ૧૦૦ થી પણ વધુ સંખ્યામાં જોડાયેલા યોગસાધકોએ ઉત્સાહભેર યોગાભ્યાસ કરી શરીર, મન અને આત્માના સુંદર સમન્વયનો અનુભવ કર્યો હતો. યોગ માત્ર વ્યાયામ નથી, પરંતુ જીવનને શાંતિ, સંયમ અને સકારાત્મકતા તરફ દોરી જતું…

Read More

તા. 18 મે, આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ

હિન્દ ન્યુઝ,વડનગર ગુજરાતના મ્યુઝિયમ્સ માત્ર મુલાકાત માટે નહીં, પરંતુ ‘અનુભવ’ કરવા માટે પણ છે. 🔹 સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય (ભુજ) 🔹 મહાવીર જૈન આરાધના કેન્દ્ર (કોબા, ગાંધીનગર) 🔹 નેશનલ મેરિટાઈમ હેરિટેજ કૉમ્પ્લેક્સ (લોથલ) 🔹 સ્ટેચ્યૂ ઑફ યુનિટી મ્યુઝિયમ (કેવડિયા, નર્મદા) 🔹 પ્રેરણા અને પુરાતત્વીય મ્યુઝિયમ (વડનગર) 🔹 સાબરમતી આશ્રમ તેમજ દાંડી કુટીર મ્યુઝિયમ એ માત્ર ભવ્ય ઈમારત નથી, પણ આપણી અસ્મિતાનું પ્રતીક છે. આ આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસે, આપણે સૌ સંકલ્પ કરીએ કે આપણા પરિવાર અને બાળકો સાથે ગુજરાતના આ અમૂલ્ય વારસાની મુલાકાત લઈશું. સરકારના અવિરત પ્રયાસો અને નાગરિકોની જાગૃતિ…

Read More

પાટણ જિલ્લામાં જિલ્લા કલેક્ટર તરીકે પદભાર સંભાળતા ડૉ. પ્રશાંત જીલોવા

હિન્દ ન્યુઝ, પાટણ      ડૉ. પ્રશાંત જીલોવાની અગાઉ અમદાવાદ ખાતે નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા.  તેઓ મૂળ હરિયાણાના વતની છે અને રોહતકની મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીમાંથી MBBS ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. વર્ષ ૨૦૧૭ની UPSC પરીક્ષામાં ૧૦૮મો રેન્ક પ્રાપ્ત કરી તેઓ વહીવટી સેવામાં જોડાયા હતા.

Read More

જૂનાગઢ જિલ્લાના નિવાસી અધિક કલેકટર સુ બી. એસ. બારડે પણ ડિજિટલી પોતાની વસ્તી ગણતરી કરી

હિન્દ ન્યુઝ,જૂનાગઢ    દેશની પ્રગતિ અને નીતિ ઘડતર માટે વસ્તી ગણતરી આધાર સ્તંભ છે, તેના આધારે જ નાગરિકોના કલ્યાણ માટે નીતિ ઘડતર કરવામાં આવતું હોય છે. ખાસ કરીને દેશમાં પ્રથમ વખત ડિજિટલી વસ્તી ગણતરી થઈ રહી છે, જેમાં નાગરિકો સેલ્ફ એન્યુમરેશન એટલે કે, સ્વ ગણતરી કરી શકે છે. જૂનાગઢ જિલ્લાના નિવાસી અધિક કલેકટર સુ બી. એસ. બારડે પણ ડિજિટલી પોતાની વસ્તી ગણતરી કરી હતી. સાથે જ તેમણે લોકોને પણ https://se.census.gov.in પોર્ટલ પર સ્વ -ગણતરી કરવા માટે અપીલ કરી હતી. નાગરિકો તા.૩૧ મે ૨૦૨૬ સુધી ડિજિટલી સ્વ – ગણતરી કરી શકશે.…

Read More

જૂનાગઢ સરકારી આઇ.ટી.આઇ. ખાતે પ્રેરણાદાયી અને માર્ગદર્શક એવા એક્સપર્ટ લેકચરનું આયોજન

હિન્દ ન્યુઝ, જૂનાગઢ      જૂનાગઢ સરકારી આઇ.ટી.આઇ. ખાતે પ્રેરણાદાયી અને માર્ગદર્શક એવા એક્સપર્ટ લેકચરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે શિક્ષણ ક્ષેત્રના ડો. જી.ડી. આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ “Value Education”, “Karmyogi – The Ideal Government Employee”, “How to Work Stress Free”, “Role of S.I. in Institutional Growth” તેમજ “Building Positive Work Culture in ITI” જેવા વિષયો પર અસરકારક માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં આઇ.ટી.આઇ. જૂનાગઢના આચાર્ય ભગીરથસિંહ જાળીયા , આઇ.ટી.આઇ. જૂનાગઢ (મહિલા) ના આચાર્ય પ્રિયેશ વાળા , વિસાવદર આઇ.ટી.આઇ.ના આચાર્ય ગરચર તેમજ માંગરોળ આઇ.ટી.આઇ.ના આચાર્ય…

Read More

ગુજરાત સરકારની પબ્લિક કમ્યુનિકેશન ઇકો-સિસ્ટમ વધુ મજબૂત બનશે

હિન્દ ન્યુઝ,      ગુજરાત સરકારના માહિતી-પ્રસારણ વિભાગ અને કમ્યુનિકેશન ક્ષેત્રની પ્રતિષ્ઠિત સંસ્થા MICA વચ્ચે MoU; માહિતી કમિશનર કે. એલ. બચાણી અને MICA વતી એસોસિએટ ડીન પ્રોફેસર સુરેશ મલોડિયા તેમજ CDMC-MICAના ચેર ડૉ. મનીષા પાઠક શેલત દ્વારા સમજૂતી-પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ MoU અંતર્ગત માહિતી વિભાગના અધિકારીઓને આધુનિક કમ્યુનિકેશન પ્રવાહોથી અવગત કરાવવા ઇફેક્ટિવ કમ્યુનિકેશન સ્ટ્રેટેજી, સ્ટેકહોલ્ડર એન્ગેજમેન્ટ, સોશિયલ મીડિયા આઉટરીચ, આર્કાઇવિંગ અને ડોક્યુમેન્ટેશન, મીડિયા એન્ડ ઇન્ફોર્મેશન લિટરસી, લીડરશીપ એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ જેવા વિવિધ વિષયો પર તાલીમ આપવામાં આવશે.

Read More

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ઝીંગા કિસાન સંમેલન યોજાયો

હિન્દ ન્યુઝ, નવસારી      નવસારી કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સ્થિત ASPEE ઓડિટોરિયમ ખાતે આજે ICAR-CIBA, ચેન્નાઈ તથા ગુજરાત સરકારના મત્સ્યઉદ્યોગ વિભાગના સંયુક્ત ઉપક્રમે “ઝીંગા કિસાન સંમેલન (Shrimp Farmers Conclave – SFC) – ૭ મી આવૃત્તિ” કાર્યક્રમ કેન્દ્રીય જળશક્તિ મંત્રી તથા નવસારીના સાંસદ સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. ઝીંગા કિસાન સંમેલન દરમિયાન “Aquatic Referral Labs for Quality Testing and Disease Diagnostics” માટેના ખાતમુહૂર્ત તથા ગુજરાતના દરિયાકાંઠે “Super-Intensive Precision and Natural Shrimp Farming (SIPNSF)” પ્રદર્શન પ્રકલ્પના પ્રારંભનો વિધિવત કાર્યક્રમ યોજાયો હતો. ઉપરાંત “Atlas of Potential Brackishwater Aquaculture Zones in Gujarat (Part-1)” નું વિમોચન…

Read More