કુલ ૬૦ લાખની રકમ નડિયાદ મહાગુજરાત હોસ્પિટલના સંચાલકોને અર્પણ કરવામાં આવી

હિન્દ ન્યૂઝ, નડિયાદ 

આ કોરોનાની મહામારીના કપરા સમયમાં ખેડા જિલ્લાના દર્દીઓને બચાવવા ઓક્સિજનની તાતી જરૂરિયાત છે ત્યારે નડિયાદ મહાગુજરાત હોસ્પિટલમાં ૧૫૦ જેટલા ઓક્સિજન બેડને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે વધુ એક ઓક્સિજન પ્લાન્ટને કાર્યરત કરવા માટે મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈના પરિવાર તરફથી ₹ ૨૦,૦૦,૦૦૦/- (રૂપિયા વીસ લાખ) ખેડા સાંસદ દેવુસિંહજી દ્વારા તેમની ગ્રાન્ટ માંથી ₹ ૨૦,૦૦,૦૦૦/-(રૂપિયા વીસ લાખ) તથા અન્ય સામાજિક સંસ્થાઓ, અનેકવિધ મદદકર્તા દાનવીરોની સહાયથી ₹ ૨૦,૦૦,૦૦૦/- (રૂપિયા વીસ લાખ) મળી કુલ ₹ ૬૦,૦૦,૦૦૦/-(રૂપિયા સાહિઠ લાખ) ની રકમ મહાગુજરાત હોસ્પિટલના સંચાલકોને અર્પણ કરવામાં આવી છે તથા એન.ડી.દેસાઈ હોસ્પિટલ નડિયાદ ખાતે ૧૭૫ ઓક્સિજનની સુવિધા ધરાવતા બેડ માટે ઉભી થનારી ઓક્સિજન સ્ટોરેજ ટેન્ક માટે હોસ્પિટલના સંચાલકોની માંગણીના સંદર્ભે મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ પોતાની ધારાસભ્યની ગ્રાન્ટ માંથી ₹ ૨૫,૦૦,૦૦૦/- (રૂપિયા પચ્ચીસ લાખ) તથા અને ખેડા સાંસદ દેવુસિંહજીએ ₹ ૧૫,૦૦,૦૦૦/- (રૂપિયા પંદર લાખ) પોતાની ગ્રાન્ટમાંથી તાત્કાલિક અસરથી ફાળવી છે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment