હિન્દ ન્યુઝ, ભાવનગર
અણધારી આપદામાં અને પુર, વાવાઝોડા જેવી કુદરતી હોનારતમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિશેની જાણકારી હોય તો જાનમાલની ખૂવારી અટકાવવાં માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે.
આ બાબતને ધ્યાનમાં રાખીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ભાવનગર તથા એન.ડી.આર.એફ.ની ટીમ દ્રારા સરકારી વિજ્ઞાન કોલેજ, ગારિયાધારના વિદ્યાર્થીઓને હોનારતની સ્થિતિમાં શું કરવું ? બચાવ માટે શું કરવું? તેમજ અન્ય લોકોને તથા જાનમાલના રક્ષણ માટે કેવાં પ્રકારના પગલાં લેવાં તેના વિેશે સમજૂતિ અને જાણકારી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ તેની પ્રત્યક્ષ જાણકારી મેળવી શકે તે માટે વિદ્યાર્થીઓને એન.ડી.આર.એફ.ની ટીમ દ્રારા સ્થળ પર તેમના પોષાક સાથે જે રીતે કામગીરી કરવામાં આવે છે. તેનું હુબહુ વર્ણન વિદ્યાર્થીઓને પણ તેમની જેમ જ સજ્જ કરીને આપવામાં આવ્યું હતું.
આ બાબતે લોકોમાં પણ તેના વિશેની જાગૃતિ આવે તે માટે રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ મોટા પ્રમાણમાં ભાગ લીધો હતો.
બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી