‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ નો શુભારંભ

હિન્દ ન્યુઝ, રાજકોટ

     સમગ્ર ભારતમાં સૌપ્રથમ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત પૌષ્ટિક નાસ્તો પણ મળી રહે તે અર્થે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આજથી ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ નો શુભારંભ કરવામાં આવ્યો છે, ત્યારે રાજકોટ જિલ્લામાં કલેકટર  પ્રભવ જોશીના હસ્તે બાળકોને પૌષ્ટિક નાસ્તો પીરસીને આ યોજનાના શ્રીગણેશ કરવામાં આવ્યા છે.

      માધાપર પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહી કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, આ યોજના અન્વયે રાજકોટ જિલ્લામાં ૮૭૫ કેન્દ્રો ખાતે નાસ્તો તૈયાર કરી બાળકોને પીરસવામાં આવશે. જેનો આશરે ૧ લાખ ૩૦ હજાર બાળકોને લાભ મળશે. મધ્યાહન ભોજન યોજના હેઠળ બાળકોને સ્વાદિષ્ટ ભોજન બપોરે આપવામાં આવે છે, ત્યારે બાળકોને રોજ જુદો જુદો પૌષ્ટિક નાસ્તો પણ મળી રહેશે. જેનાથી બાળકોના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે, તેમ કલેકટર વધુમાં જણાવ્યું હતું 

Related posts

Leave a Comment