જોડીયા ખાતે જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યાની ઉપસ્થિતમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો

હિન્દ ન્યુઝ, જોડીયા      કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ આયોજિત રવિ કૃષિ મહોત્સવ -૨૦૨૪ નો સમગ્ર રાજ્યમાં શુભારંભ કરવામાં આવ્યો છે.જેના અનુસંધાને જામનગર જિલ્લામાં પણ તમામ તાલુકા મથકોએ રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.જેમાં જોડીયા ખાતે જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યાની ઉપસ્થિતમાં તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાયો હતો.  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં બનાસકાંઠાના દાંતીવાડા ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના રવી કૃષિ મહોત્સવનું જીવંત પ્રસારણ આ તબક્કે ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું.સાથે સાથે રવી કૃષિ મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ સ્થળે કૃષિ ક્રાંતિને પ્રેરિત કરતા વિવિધ સ્ટોલ્સ ઊભા કરી નિદર્શન કરવામાં આવ્યું…

Read More

જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યાએ અનુદાન અર્પણ કરી જામનગર જિલ્લામાં ‘સશસ્ત્ર સેના ધ્વજ દિન’નો શુભારંભ કરાવ્યો

હિન્દ ન્યુઝ, જામનગર      જિલ્લા કલેકટર બી.કે.પંડ્યા દ્વારા ‘સશસ્ત્ર સેના ધ્વજદિન’ નો જામનગર જિલ્લામાં શુભારંભ કરાવાયો હતો.બેઠકમાં નાંણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળમાં મહત્તમ ફાળો આપનાર દાતાઓનું કલેક્ટર સહિતના મહાનુભાવો દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યુ હતુ. ત્યાર બાદ નિવૃત જવાનોના પરિવારોને રાજ્ય સરકારશ્રી તરફથી માસિક આર્થિક સહાય, દિકરી લગ્ન સહાય, સ્કોલરશીપ, અંતિમ ક્રિયા સહાય, યુદ્ધ જાગીર ભથ્થુ તથા કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતી વિવિધ સહાયની વિગત કચેરીના યોગેશ સોની દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી રજુ કરાઈ હતી.પુર્વ સૈનિકો તથા મંડળો તરફથી મળેલ મુદ્દાઓ બાબતે પણ કલેક્ટરશ્રી…

Read More

જામનગર જિલ્લામાં ખેલ મહાકુંભના સુચારુ આયોજન અંગે જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, જામનગર      સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ખેલમહાકુંભ ૩.૦ નું આયોજન કરાયું છે.જેમાં શાળા, ગ્રામ્ય, તાલુકા, ઝોન કક્ષા, જિલ્લા-મહાનગરપાલિકા, ઝોન કક્ષા (ટીમ રમત) અને રાજ્ય કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે. આ કાર્યક્રમના સુચારુ આયોજન અંગે જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.  જેમાં જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યુ કે, ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત શાળા કક્ષાએ અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪ અને અંડર-૧૭ની વયજૂથમાં એથ્લેટિક્સ રમતમાં તમામ શાળાઓમાંથી મહત્તમ રમતવીરો ભાગ લે તે પ્રકારે આયોજન હાથ ધરાય તે ઇચ્છનિય છે.તેમજ રમતવીરો માટે કરવાની થતી આનુસંગિક તમામ સુવિધાઓ અને વ્યવસ્થાઓ…

Read More

ખેલમહાકુંભ 3.0 નું ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ; સ્પર્ધકોએ તા.૨૫ ડિસેમ્બર પહેલા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે

ખેલમહાકુંભ 3.0 નું ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ; સ્પર્ધકોએ તા.૨૫ ડિસેમ્બર પહેલા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશ હિન્દ ન્યુઝ, જામનગર     સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલું વર્ષે પણ ખેલમહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવનાર છે.જેમાં શાળા, ગ્રામ્ય, તાલુકા, ઝોન, જિલ્લા તથા મહાનગરપાલિકા કક્ષા, ઝોનકક્ષા (ટીમ રમત) અને છેલ્લે રાજ્યકક્ષાની સ્પર્ધા માટેનું આયોજન હાથ ધરાશે.  ખેલમહાકુંભ ૩.૦ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવેલ છે.જેની છેલ્લી તા.૨૫/૧૨/૨૦૨૪ સાંજે ૦૬:૦૦ કલાક સુધીની રહેશે.ખેલમહાકુંભ ૩.૦ માં ભાગ લેવા માટે નિયત વયજૂથના તમામ ખેલાડીઓ દ્વારા ફરજીયાત ખેલમહાકુંભની વેબસાઈટ https://khelmahakumbh.gujarat.gov.in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.પ્રત્યેક ખેલાડી…

Read More

જામનગર જિલ્લાની ૨૮ ગૌશાળા-પાંજરાપોળ માટે રૂ.૧.૬૧ કરોડની આર્થિક સહાય મંજૂર કરતાં જિલ્લા કલેક્ટર બી.કે.પંડયા

હિન્દ ન્યુઝ, જામનગર       જિલ્લા કલેકટર બી.કે.પંડયાના અધ્યક્ષ સ્થાને જામનગર ખાતે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના વર્ષ ૨૦૨૪-૨૫ અન્વયે જિલ્લા કક્ષાની સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેકટર બી.કે.પંડયા દ્વારા પાત્રતા ધરાવતી સંસ્થાઓની ગૌમાતા પોષણ યોજના અંતર્ગત આવેલી અરજીઓને ધ્યાને લઈ સહાય માટે મંજૂરી આપી હતી. આ યોજના અંતર્ગત જુલાઈ-૨૦૨૪ થી સપ્ટેમ્બર-૨૦૨૪ (બીજો હપ્તો વર્ષ ૨૦૨૪-૨૫) માટે પશુ નિભાવ સહાય માટે આઈ-ખેડૂત પોર્ટલ પર કુલ ૩૫ સંસ્થાઓની અરજી મળી હતી.જે પૈકી જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા દૈનિક પશુઓની સંખ્યા ૧,૦૦૦ થી ઓછી ધરાવતી કુલ ૨૮ સંસ્થાઓની અરજીઓ મંજૂર કરી…

Read More

જામનગર સહિત જિલ્લાના તમામ તાલુકા મથકે રવિ કૃષિ મહોત્સવ-2024 ની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર         ગુજરાતમાં ખેતીના ઉત્પાદનને વધારવા, નવીન તકનીકો ખેડૂત સુધી પહોંચાડવા અને ખેતી ખર્ચ ઘટાડી ખેડૂતોની આવક વધારવા રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2005-06 માં કૃષિ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી.જે રવિ કૃષિ મહોત્સવ 2024 ની જામનગર જિલ્લાના દરેક તાલુકાઓમાં ઉજવણી કરવામાં આવી હતી.જેમાં બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનોએ ઉપસ્થિત રહી કૃષિ વિષયક માહિતી મેળવી વિવિધ યોજનાકીય લાભો લીધા હતા. આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જામનગર ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવમાં ધારાસભ્ય શ્રીમતી રિવાબા જાડેજાએ પ્રાસંગિક ઉદબોધન કરતા…

Read More

ભાવનગર તાલુકામાં જમીન મહેસુલ કર ઉપકર તથા ગ્રામ પંચાયત કરવેરા સત્વરે ભરી દેવા તાકીદ

હિન્દ ન્યુઝ, ભાવનગર       ભાવનગર તાલુકા વિસ્તારના ગામમાં જમીન મહેસુલ કર ઉપકર તથા ગ્રામ પંચાયત કરવેરા સત્વરે ભરી દેવા તાકીદ કરવામાં આવે છે. આગામી તારીખ 31 ડિસેમ્બર પહેલાં જેના કરવેરા નહીં ભરાય અથવા કર ઉપકર નહીં ભરાય તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.   ગ્રામ્ય વિસ્તારમાં તારીખ 31 ડિસેમ્બર પહેલાં પાણી વેરા તથા કરવેરા નહિ ભરે તેમના પાણીના કનેક્શન કટ કરવામાં આવશે. ભાલ વિસ્તારના મીઠા ઉદ્યોગના માલિકો, ઝીંગા ફાર્મના માલિકો, કરદેજ, વરતેજ, થોરડી, સામપરા ખો તથા માઢીયા વિસ્તારના ઔદ્યોગિક એકમોના માલિકો અને બિનખેતી ધારકોને અપીલ કરવામાં આવે છે.   ભાવનગર તાલુકાના…

Read More

ભાવનગર ગ્રામ્યની કચેરીએ તા.૦૮ ડિસેમ્બર રવિવાર રજાના દિવસે આધારકાર્ડ નંબર પરથી e-KYC કરવાની ઝુંબેશ શરુ રહેશે

હિન્દ ન્યુઝ, ભાવનગર        ભાવનગર જિલ્લાના ભાવનગર(ગ્રામ્ય) તાલુકા વિસ્તારના તમામ રેશનકાર્ડધારોકોને પોતાના આધારકાર્ડ નંબર પરથી e-KYC કરવાની કાર્યવાહી ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવી છે. રેશનકાર્ડધારક ત્રણ રીતે e-KYC કરાવી શકે છે. આધારકાર્ડ e-KYC કરવાની પ્રક્રિયા માટે ૧) ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયત કચેરી અથવા રેશનકાર્ડ માં દર્શાવવામાં આવેલા વાજબી ભાવની દુકાન ખાતે ૨) તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી ભાવનગર(ગ્રામ્ય) ખાતે કરાવી શકાય છે. (3) આ ઉપરાંત ઘરેબેઠા મોબાઇલ ફોનમાં “MY RATION” એપ્લીકેશન મારફત રેશનકાર્ડધારક e-KYC કરી શકે છે. e-KYC માટે રેશનકાર્ડ નંબર મોબાઇલ નંબર અને આધારકાર્ડ નંબરને માત્ર વિગતો જ…

Read More

ભાવનગરમાં મેયર ભરતભાઈ બારડના અધ્યક્ષસ્થાને ટી.બી. નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત 100 દિવસ ટી.બી. મુક્ત કેમ્પેઈનનો શુભારંભ

હિન્દ ન્યુઝ, ભાવનગર           ભાવનગર જિલ્લામાં મોતીબાગ ટાઉનહોલ ખાતેથી મેયર ભરતભાઈ બારડે ટી.બી. નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ૧૦૦ દિવસ ટી. બી. મુક્ત કેમ્પેઈનનો જિલ્લા વ્યાપી શુભારંભ કરાવ્યો હતો. આ અભિયાન માટેની મોબાઈલ વાનને તેમણે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે મેયર ભરતભાઈ બારડે જણાવ્યું કે, માનવીય અભિગમ દાખવી સરકારે લોકોની આરોગ્ય સુખાકારી માટે અનેક પ્રયાસો હાથ ધર્યા છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સર્વાંગી વિકાસને મહત્વ આપી બહુજન હિતાય બહુજન સુખાયના અભિગમને સાર્થક કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટી.બી.ને નાથવા માટે ઝુંબેશરૂપે અભિયાન શરૂ કર્યું છે. આ…

Read More

ભાવનગર આર.ટી.ઓ. કચેરી દ્વારા બાકી બચેલા ગોલ્ડન/સિલ્વર નંબરોનાં ઓનલાઇન રી-ઓક્શન માટેની અરજીઓ મંગાવાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર  આર.ટી.ઓ કચેરી,ભાવનગર દ્વારા વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, ટ્રાન્સપોર્ટ વાહનો ( થ્રી-વ્હીલર વાહનો સિવાય) માટેની સીરીઝ GJ-04-AX 0001 થી 9999, હળવા મોટર વાહન GJ-04-EP 0001 થી 9999 અને દ્વિચર્કી મોટર વાહન માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-EQ 0001 થી 9999નાં બાકી બચેલા ગોલ્ડન/સિલ્વર સિરીજના નંબરની ઈ-ઓક્શન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે.        જેમાં તા.૧૪-૧૨-૨૦૨૪ થી તા.૧૬-૧૨-૨૦૨૪ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.આ પ્રક્રીયામાં તા.૧૬-૧૨-૨૦૨૪ થી તા.૧૮-૧૨-૨૦૨૪ સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે. ઓનલાઇન રી-ઓકશન કરવાની શરતો અને પ્રક્રિયા:            ઓનલાઈન ઓકશનમાં ભાગ લેનારા અરજદારે…

Read More