સુરતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી સંદર્ભે સમીક્ષા બેઠક

હિન્દ ન્યુઝ, સુરત          સુરતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જિલ્લા વહીવટીતંત્ર અને આત્માના અધિકારીઓ સાથે પ્રાકૃતિક ખેતી સંદર્ભે સમીક્ષા બેઠક યોજી આવનારી પેઢીને સ્વસ્થ અને સશક્ત બનાવવા પ્રાકૃતિક ખેતીની ઝુંબેશમાં મહિલાઓની સહભાગિતા અતિઆવશ્યક: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખેડૂતોને પંચસ્તરીય પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવાનો અનુરોધ કરતા રાજ્યપાલ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા સુરત જિલ્લા વહીવટીતંત્ર અને આત્માના અધિકારીઓને રાજ્યપાલએ આપ્યું માર્ગદર્શન 

Read More

ભાવનગરમાં પોલિયો નાબૂદી અભિયાનનાં પહેલાં જ દિવસે જિલ્લામાં 87% અને મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં 89.97% નો લક્ષ્યાંક હાંસલ

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર જિલ્લામાં તા. 8 થી 11 ડિસેમ્બર દરમિયાન ચાલનારાં SNID પોલિયો નાબૂદી અભિયાનનો આજથી પ્રારંભ થયો છે. જેનાં પહેલા જ દિવસે જિલ્લામાં 87% અને મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં 89.97% નો લક્ષ્યાંક હાંસલ થયો છે. ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં 1,76,740 બાળકોનાં લક્ષ્યાંક સામે આજે 1,53,725 બાળકોને પોલિયોની રસી આપવામાં આવી હતી. જ્યારે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિસ્તારોમાં 1,28,686 બાળકોના લક્ષ્યાંક સામે 1,15,776 બાળકોને પોલિયોની રસી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે તા. 9 અને 11 ડિસેમ્બર ઘરે ઘરે જઈને બાકી રહી ગયેલ 0 થી 5 વર્ષ ના બાળકોને…

Read More

ભાવનગર જિલ્લાના તમામ દસેય તાલુકાઓમાં યોજાયેલ ‘રવિ કૃષિ મહોત્સવ‌’ સંપન્ન:૧૧ હજારથી વધુ ખેડૂતોએ કૃષિ અંગેનું માર્ગદર્શન મેળવ્યું

હિન્દ ન્યુઝ, ભાવનગર         રાજ્યના ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુથી રાજ્યભરના તમામ તાલુકાઓમાં બે દિવસીય કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સાથે જ ભાવનગર જિલ્લાના દસેય તાલુકાઓમાં પણ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કૃષિ પરિસંવાદ, કૃષિ પ્રદર્શન, પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત તેમજ પશુ આરોગ્ય કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાયાં હતાં.આ રવિ કૃષિ મહોત્સવમાં ૧૧ હજારથી વધુ ખેડૂતોએ કૃષિ અંગેનું માર્ગદર્શન મેળવ્યું હતું. રવિ કૃષિ મહોત્સવમાં કૃષિ વૈજ્ઞાનિકો,કૃષિ,બાગાયત, પશુપાલન વિભાગના અધિકારીઓ તથા ખેતી સંશોધન કેન્દ્રોના…

Read More

મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ 1004.90 લાખ રૂપિયા સાવરકુંડલા શહેર માટે મંજૂર કરાવતા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા

હિન્દ ન્યુઝ, સાવરકુંડલા         ગુજરાત સરકારના મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત સાવરકુંડલા શહેરના વિકાસને નવી ઉંચાઈએ લઈ જવાનું મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના સાવરકુંડલા શહેરમાં 1 થી 9 વોર્ડના રસ્તાઓના નવીનીકરણ માટે રૂ. 1004.90 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આ યોજનાથી શહેરના 1 થી 9 વોર્ડના રસ્તાઓ નવા બનાવવામાં આવશે. જેનાથી વાહન વ્યવહાર સરળ બનશે અને નાગરિકોને સુવિધા મળશે. આ યોજના સાથે સાવરકુંડલા શહેરનો સર્વાંગી વિકાસ થશે અને શહેરનું મુખ્ય ચિત્ર બદલાશે. સારા રસ્તાઓના કારણે શહેરના નાગરિકોને…

Read More

સાંસદ ભરત સુતરીયાની વિશેષ ઉપસ્થિતીમા લીલીયામોટા ખાતે ભૂગર્ભ ગટરનું ભૂમિ પૂંજન કરતા ધારાસભ્ય કસવાલા

હિન્દ ન્યુઝ, સાવરકુંડલા        લીલીયા મોટા ના માથાના દુખાવા સમાન ભૂગર્ભ ગટરનું વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, સાંસદ ભરતભાઈ સુતરીયા, લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા ની વિશેષ ઉપસ્થિતિમાં ભૂમિ પૂજન કરાયું સૌ પ્રથમ લીલીયા ખાતે ધારાસભ્ય એ અંગત રસ દાખવી અને સાંસદ ભરતભાઈ સુતરીયા સાથે અને વહીવટી તંત્ર સાથે સતત સંપર્ક રાખીને લીલીયા ની જનતાને કાયમી આ માથાના દુ:ખાવા સમાન ગટર પ્રશ્ન માંથી ઉગાર વાની મથામણ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવેલ હોય ત્યારે તેમનું વિધિવત નવીનીકરણ પ્લાન એસ્ટીમેન્ટ વાળા ગટરનું ભૂમિ પૂજન કરાયું. તેવા સમયે લીલીયાના સરપંચ જીવનભાઈ વોરા દ્વારા…

Read More

દીવ જીલ્લાના કલેકટર નાં માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા ટીબી નિર્મૂલન કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, દીવ      દીવ દ્વારા ટીબી નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ૧૦૦ દિવસીય સઘન ટીબી કેમ્પૈઈન નો આરંભ કરવામાં આવેલ. પ્રશાસન દાદરા નગર હવેલી અને દમણ અને દિવ દ્વારા સભાખંડ Ghoghla ખાતે તા. 07 ડિસેમ્બર 2024 ના રોજ શિવમ્ મિશ્રા, ડે.કલેકટર, દીવ અને રામજી ભીખા, દીવ જિલ્લા પંચયતના પ્રમુખ અને ડૉ. મનોજ કુમાર, PO NTEP, DNH DD અને ડૉ. અજય શર્મા, આરોગ્ય અધિકરી ની ઉપસ્થિતિમાં ૧૦૦ દિવસીય સઘન ટીબી કેમ્પૈઈન નું લોન્ચ કરવામાં આવેલ. જેમાં નિક્ષય મીત્ર ને સર્ટિફિકેટ આપી સમ્માનિત કરવામાં આવેલ તેમજ નિક્ષય મીત્ર દ્વાર ટીબી ના દર્દીને…

Read More

સાબરકાંઠામાં અધિક નિવાસી કલેક્ટર ક્રિષ્ના વાઘેલાએ સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણીમાં ફાળો આપી પ્રારંભ કરાવ્યો

હિન્દ ન્યુઝ, સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લામાં અધિક નિવાસી કલેકટરશ્રી ક્રિષ્ના વાઘેલાએ સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણીના ભાગરૂપે સશસ્ત્ર સેના ધ્વજ દિવસના ભંડોળમાં ફાળો આપીને પ્રારંભ કરાવ્યો હતો. સેનાના જવાનોના સાહસ, શોર્ય, અનન્ય બલિદાનનું સ્મરણ કરવા અને તેમનું સન્માન કરવા સમગ્ર દેશમાં સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અધિક નિવાસી કલેકટર ક્રિષ્ના વાઘેલાએ ફાળો આપીને સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. માં ભોમની રક્ષા કાજે જવાનો સરહદ ઉપર યુધ્ધમાં આતંકવાદીઓ સાથેની લડાઈમાં પ્રાણ ન્યોછાવર કરી દેશ માટે મહાન કુરબાની આપે છે. આવા શહીદ થયેલા જવાનોના કુટુંબીજનો, સૈનિકો અને…

Read More

ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે ભૂલકાંઓને પોલિયોના ટીપાં પીવડાવીને બૂથને ખુલ્લું મૂક્યું

હિન્દ ન્યુઝ, ભુજ આજરોજ રવિવારના દિવસે પોલિયો અભિયાન અંતર્ગત ભુજ શહેરમાં જ્યુબિલી સર્કલ તથા બસ સ્ટેન્ડ ખાતે ધારાસભ્ય કેશુભાઈ પટેલે ભૂલકાંઓને પોલિયોના ટીપાં પીવડાવીને બૂથને ખુલ્લું મૂક્યું હતું. કચ્છ જિલ્લાનું પાત્રતા ધરાવતું એકપણ બાળક પોલિયોના ટીપાંથી વંચિત ના રહી જાય તેનું ધ્યાન રાખવા ધારાસભ્યએ વાલીઓ અને આરોગ્ય વિભાગને અપીલ કરી હતી. કચ્છના કલેક્ટર અમિત અરોરા અને પીજીવીસીએલના એમ.ડી. શ્રીમતિ પ્રીતિ શર્માએ પોતાની દીકરીને અહીં બૂથ ઉપર પોલિયોના ટીપાં પીવડાવીને ઉપસ્થિત વાલીઓને પોતાનાં બાળકોને જરૂરથી પોલિયોના ટીપાં પીવડાવવા અનુરોધ કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ પ્રજાપતિ, આર.સી.એચ.ઓ.  ડૉ. જે.ઓ.ખત્રી સહિત આરોગ્ય…

Read More

વિકસિત ભારતના સપનાને સાકાર કરવા મહિલાઓ સહભાગી બને : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, કચ્છ કચ્છના અંજાર ખાતે વેલસ્પન ગ્રૂપના નવીન ‘ઈન્ટીગ્રેટેડ બેડ લીનન એન્ડ ટેરી ટોવેલ’પ્રોજેક્ટના ભૂમિપૂજન પ્રસંગે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વેલસ્પન કંપનીના સહયોગથી ચાલતી શિક્ષણ સ્પોન્સરશિપ યોજનાની વિદ્યાર્થિનીઓ તેમજ કંપનીના સહયોગથી ગ્રામ્યકક્ષાએ કાર્યરત સ્પન સેન્ટરના સખી મંડળની ૧૨૦ બહેનો સાથે સંવાદ કરીને વિકસિત ભારતના સપનાને સાકાર કરવા સહયોગ આપવા અનુરોધ કર્યો હતો . રાજ્ય સરકારના મિશન મંગલમ યોજના અંતર્ગત ચાલતા સખી મંડળની બહેનો કે જે વેલસ્પન કંપની દ્વારા આસપાસના ગામોમાં કાર્યરત સ્પન રોજગાર સેન્ટર સાથે જોડાઈને રોજગારી મેળવી રહી છે, તે સખી મંડળની ૧૨૦ જેટલી બહેનોએ મુખ્યમંત્રી સાથે સંવાદ…

Read More

મહિલાઓની આર્થિક સમૃદ્ધિ અને સશક્તિકરણનું મિશન…

હિન્દ ન્યુઝ, નર્મદા  નર્મદા જિલ્લાના ખોપી ગામના કોકિલાબેન વસાવા ખેતીના પૂરક વ્યવસાય તરીકે પશુપાલન કરી માસિક રૂ.1.20 લાખ જેટલી આવક મેળવી રહ્યાં છે. રાજ્ય સરકારના મિશન મંગલમ કાર્યક્રમના સહયોગથી પશુપાલન અંગેની તાલીમ મેળવી, એક ગાય અને એક ભેંસથી આ વ્યવસાયની શરૂઆત કરેલી આજે મારી પાસે 19 ગાયો અને 10 ભેંસો છે : કોકિલાબેન

Read More