હિન્દ ન્યુઝ, ધાનપુર
દાહોદ જિલ્લાના પંચાયત માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ગુણવત્તાસભર માર્ગ સુવિધા ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે.
આ અંતર્ગત ધાનપુર તાલુકાના લીમડી મેન્દ્રીથી લીમડીયા આંગણવાડી કેન્દ્ર રોડ પર સપાટી સુધારણા તેમજ રિસર્ફેસિંગની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.
આ કામગીરી એમ.એમ.જી.એસ.વાય. (MMGSY) વર્ષ 2023-24 હેઠળ હાથ ધરવામાં આવી હતી. માર્ગના નવીનીકરણથી સ્થાનિક ગ્રામજનોને સુરક્ષિત, સરળ અને ઝડપી અવરજવર સુલભ બનશે.
ખાસ કરીને વિદ્યાર્થીઓ, ખેડૂતો, મહિલાઓ તેમજ રોજિંદા મુસાફરી કરતા લોકો માટે આ માર્ગ વધુ સુવિધાજનક સાબિત થશે.
