વિજેતા ટીમ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

રમત-ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતી વિભાગ અને અને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા રમતગમત અધિકારી ગીર સોમનાથ સંચાલિત ગર્લ્સ અંડર-૧૯ શાળાકીય વોલીબોલ સ્પર્ધાનું ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતેથી ઉદ્દઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં કુલ ૩૫ જેટલી આલગ અલગ જિલ્લાની ટીમોએ ભાગ લીધો હતો. આવેલ તમામ સ્પર્ધક બેહનોને રહેવા અને ભોજનની ઉત્તમ સુવિધા સરકાર દ્વારા પુરી પાડવામાં આવી હતી. આ સ્પર્ધામાં વિજેતા થનાર ટીમ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

આ સમારંભ ના અધ્યક્ષ મદદનીશ જિલ્લા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ દ્વારા બાળાઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. અગ્રણી સુરસિંહભાઈ મોરી, ગીર સોમનાથ જિલ્લા વોલીબોલ એસોસિયેશન ના પ્રમુખ કરશનભાઈ સોલંકી, ગીર સોમનાથ DLSS એકેડમી કોડીનારના સંચાલક વરજાંગભાઈ વાળા, પૂર્વ પ્રમુખ, ગુજરાત વ્યયાયમ શિક્ષક મંડળ તથા સંજયભાઈ વાળા, સરપંચ સરખડી અને પી આઇ ચુડાસમા, સીનીયર કોચ ભાલીયા સહિતના મહાનુભાવો જોડાયા હતા. સ્પર્ધાનું સંચાલન જિલ્લા રમતગમત અધિકારી વિશાલ જોષી દ્વારા કરવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment