મહીસાગર જિલ્લામાં લુણાવાડા બાવન પાટીદાર સમાજઘર ખાતે જિલ્લા પ્રભારી મંત્રી અર્જૂનસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં સુશાસન દિવસની ઉજવણી કરાઇ

હિન્દ ન્યુઝ, મહીસાગર

૨૫ ડિસેમ્બર ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસને સમગ્ર દેશમાં સુશાસન દિવસ તરીકે મનાવવામાં આવે છે. તે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ૨૫ મી ડીસેમ્બરથી ૩૧ ડિસેમ્બર-૨૦૨૧ સુધી સુશાસન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે બાવન પાટીદાર સમાજઘરમાં રાજયના ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ અને જિલ્લા પ્રભારી મંત્રી અર્જૂનસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં મંગલદિપ પ્રગટાવી સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે મંત્રી અર્જૂનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ૨૫ ડિસેમ્બરે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજ્યંતી પર સુશાસન દિવસ (Good Governance Day) મનાવવામાં આવે છે. આ દિવસ શ્રી વાજપેયીના સન્માનમાં વર્ષ ૨૦૧૪માં સરકારમાં જવાબદેહી લોકો વચ્ચે જાગરૂકતા વધારવા માટે સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખતા સુશાસન દિવસને સરકાર માટે કાર્ય દિવસ જાહેર કરવામાં આવ્યો છે. અટલ બિહારી વાજપેયી એક ભારતીય રાજકરણી અને લેખક હતા, જેમણે ભારતના ૧૦માં વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. એકવાર અટલ બિહારી વાજપેયીએ કહ્યું, ‘એક દિવસ તમે એક ભૂતપૂર્વ વડાપ્રધાન બની શકો છો પરંતુ તમે ક્યારેય ભૂતપૂર્વ કવિ બની શકશો નહીં.’ વધુમાં મંત્રીએ ભારતમાં સુશાસનના મિશનને પૂરુ કરવા માટે સારી અને અસરકારક નીતિઓને અપનાવી હતી.

સુશાસનના માધ્યમથી દેશમાં વિકાસ વધારવાનો છે. સુશાસન પ્રક્રિયામાં તેમને સક્રિય ભાગીદાર બનાવવા માટે નાગરિકોને સરકારની નજીક લાવવા છે તેમજ રાજ્યના છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓ પહોચાડી નાગરીકોને સુશાસન વ્યવસ્થાપનનો પરીચય કરાવવો તેમ ઉપસ્થિતોને જણાવ્યુ હતું. આ પ્રસંગે પંચમહાલ સાસદ રતનસિંહ રાઠોડે જણાવ્યું કે, ગુડ ગવર્નેન્સ ડેના અવસરે લોકો અટલ બિહારી વાજપેયીને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપે છે. આ દિવસે તેમને યાદ કરીને તેમના દ્વારા કરવામાં આવેલા કામ વિશે વાત કરવામાં આવે છે. સુશાસન એટલે છેવાડાના માનવીનો વિકાસ સાધવો. સુશાસન દિવસનો હેતુ સમજાવતા લુણાવાડા ધારાસભ્ય જીગ્નેશભાઇ સેવકે જણાવ્યું કે, દેશમાં પારદર્શી અને જવાબદેહ શાસન આપવા માટે સરકારની પ્રતિબદ્ધતાથી લોકોને અવગત કરાવવાનું છે. સુશાસન દિવસ લોકોના કલ્યાણ અને યોગ્યતા વધારવા માટે મનાવવામાં આવે છે. જિલ્લા વિકાસ અધિકારી કે.ડી.લાખાણીએ જણાવ્યું હતું કે, સરકારની વિવિધ સિધ્ધિઓ નાગરીકો સુધી સરળતાથી પહોંચે તેને સુશાસન ગણાવી આપણે સૌ આપણી ફરજ નિષ્ઠા પુર્વક બજાવીએ તે સુશાસન છે. સરકારી કામકાજ અને દેશના નાગરિકો માટે વધુ પ્રભાવી અને જવાબદેહ શાસન બનાવવા માટે અનુરોધ કર્યો હતો. 

સુશાસન દિવસના સમગ્ર કાર્યક્રમની સાથે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના કાર્યક્રમનું ગાંધીનગર નર્મદા ભવન ખાતેથી જીવંત પ્રસારણનું નિદર્શન કરવામાં આવ્યું હતુ. મંત્રી અર્જુનસિંહ ચૌહાણે મહીસાગર જિલ્લાના સરકારી ચમારીયા ગામ ખાતે મનરેગાના કામોની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર, લુણાવાડા નગરપાલીકાના પ્રમુખ ભાવનાબેન મહેતા, જિલ્લા પોલીસ અધિક્ષક આર.પી.બારોટ, નિવાસી અધિક કલેક્ટર એ.આઇ.સુથાર, અગ્રણી દશરથભાઇ બારીયા સહિત જિલ્લાના અગ્રણી પદાધિકારીઓ અધિકારીઓ કર્મચારીઓ સહિત નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : દિનેશ પરમાર, મહીસાગર

Related posts

Leave a Comment