સંતરામપુર તાલુકાના બારેલા ગામમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથનું આગમન

હિન્દ ન્યુઝ, મહીસાગર 

       મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બારેલા ગામમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથનું આગમન થતા ગ્રામજનોએ ઉત્સાહભેર આવકારી સ્વાગત કર્યું હતું.

        વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને તેના ઉદ્દેશ વિષે ગ્રામજનોને માહિતગાર કરાયા હતા તેમજ વિવિધ શાખાઓના અધિકારીઓ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી.

           આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ લાભાર્થીઓએ યોજનાના મળેલા લાભો વિશે વાત કરી અન્યને યોજનાથી માહિતગાર કર્યા હતા.

       આ પ્રસંગે સંતરામપુર પ્રાંત અધિકારી, સંતરામપુર મામલતદાર, સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : દિનેશ ચમાર, મહિસાગર

Related posts

Leave a Comment