રાજકોટ શહેરમાં વાઇન શોપ ખોલવા પૂર્વ સાંસદ રામજી માવાણીએ CMને પ્રાર્થના પત્ર લખ્યો

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૩.૪.૨૦૨૦ ના વાઇન શોપ ખોલવા માટે પૂર્વ સાંસદ રામજી માવાણી અને રમાબેન માવાણીએ મુખ્યમંત્રીને પ્રાર્થના પત્ર લખ્યો છે. પત્રમાં આરોગ્ય સુખાકારી માટે વાઇન શોપ ખોલવા મંજૂરી આપવા માંગ કરી છે. ગેરકાયદેસર દારૂનું વેચાણ વધ્યાનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. પરમીટ ધારકો માટે દારૂ એ દવા છે. તેવો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. પરમીટ ધારકો આપઘાત કરવા લાગ્યાનો પણ પત્રમાં લખવામાં આવ્યું છે. હેલ્થ માટે જે લોકોને પરમીટ આપવામાં આવી છે. તેની હાલત નાજુકનો પણ ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો છે. હેલ્થ પર પરમીટ મળે છે. તે દારૂ પીવાવાળા માટે દવા છે. રામજીભાઇ માવાણીએ જણાવ્યું હતું કે, હું અને મારા વાઇફ બંને રાજકોટ લોકસભાના સભ્ય રહી ચૂક્યા છીએ. બે દિવસ પહેલા એક પ્રાર્થના પત્ર મોકલ્યો છે. મારો પ્રાર્થનાપત્ર જાહેર હિતને લઇને છે. સામાજિક કે વ્યક્તિગત મુદ્દો નથી. ગુજરાતમાં દારૂબંધી છે. ગુજરાતમાં દારૂની દુકાનો છે. ત્યાં અમુક લોકોને પરમીટ આપવામાં આવી છે.

 

દારૂની બે પ્રકારની પરમીટ હોય છે. જેમાં ટુરિસ્ટ અને આરોગ્યની પરમીટનો સમાવેશ થાય છે. ગુજરાતમાં આરોગ્યની પરમીટ લાખોની સંખ્યામાં આપી છે. હેલ્થ પર પરમીટ મળે છે. તે દારૂ પીવાવાળા માટે દવા છે. દવા જ્યારે બંધ થાય ત્યારે પરિસ્થિતિ બગડે છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment