ચાર કરતાં વધુ વ્યક્તિઓએ એકી સાથે કોઈપણ જગ્યાએ ભેગા થવા પર મનાઈ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયુ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

 જિલ્લા સેવા સદન છોટાઉદેપુર તથા જિલ્લાનાં છોટાઉદેપુર, બોડેલી, નસવાડી, જેતપુર-પાવી, ક્વાંટ તથા સંખેડા તાલુકા સદન, છોટાઉદેપુર નગરપાલિકાની બહાર કે સદર જિલ્લા/તાલુકા સેવાસદન/ નગરપાલિકા ખાતેનાં ૧૦૦ મીટર ત્રિજ્યાનાં વિસ્તારમાં આ જાહેરનામાં અન્‍વયે સક્ષમ અધિકારીની પરવાનગી મેળવ્યા સિવાય, અનઅધિકૃત/ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યક્તિઓએ એકી સાથે કોઈપણ જગ્યાએ ભેગા થઈને કોઈ મંડળી બનાવી ધારણા, આવેદન પત્ર આપવા, પ્રતિક ધારણા, ભુખ હડતાળ પર બેસવા, ઉપવાસ કે આમરણાંત ઉપવાસ ઉપર બેસવા, સંગઠિત થઈ રેલી કાઢવા ઉપર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, છોટાઉદેપુર દ્વારા તા.૨૫/૧૨/૨૦૨૩ થી તા.૨૨/૦૨/૨૦૨૪સુધી (બંને દિવસો સહિત) મનાઈ ફરમાવવામાં આવી છે.

Related posts

Leave a Comment