હિન્દ ન્યુઝ, રાજપીપલા
રાજ્ય સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે ૨૫ મી ડિસેમ્બર થી ૩૧ મી ડિસેમ્બર,૨૦૨૧ સુધી યોજાનારા “સુશાસન સપ્તાહની ઉજવણી” ના ભાગરૂપે આજે જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, જિલ્લા પંચાયતના જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી નિલામ્બરીબેન પરમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે.પી.પટેલ, સિવીલ સર્જન ડૉ. જ્યોતિબેન ગુપ્તા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામીત, જિલ્લાના મહીલા અગ્રણી શ્રીમતી દર્શનાબેન દેશમુખે નર્મદા જિલ્લા પંચાયત ખાતે ફિટ ઈન્ડિયા ફિટ ગુજરાત સાયક્લોથોન રેલીને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાયું હતું.
આ સાયક્લોથોન રેલીને જિલ્લા પંચાયતના સંકુલ ખાતેથી ગાંધીચોક, જિલ્લા સેવા સદન, કોવિડ આયુર્વેદિક હોસ્પિટલ રોડ, નવા સર્કિટ હાઉસ જકાતનાકાથી પરત જિલ્લા પંચાયત સુધી સાયક્લિસ્ટોએ સાયકલ ચલન થકી બિન ચેપી રોગથી મુક્તિ, પોલ્યુશન નહિ શોલ્યુશનના માર્ગે ચાલીયે, સાયકલિંગ અપનાવો આરોગ્ય મય જીવન અપનાવો, સાયકલિંગથી રહેશો ફિટ તો મન રહેશે પ્રફુલ્લિત, સ્વસ્થ રહો મસ્ત રહો, નિરોગી જીવન નિરામય જીવન, સાયકલનો ઉપયોગ ભગાવે રોગના બેનરો સાથે જિલ્લાના સામાજિક કાર્યકરો, રાજપીપલા સિવીલ હોસ્પિટલના તબીબો-આરોગ્યકર્મીઓ, શાળાના વિદ્યાર્થીઓ, સાયક્લિસ્ટો સહિત ૫૦ થી વધુ લોકોએ એનસીડીના નિવારણમાં શારીરિક પ્રવૃત્તિના મહત્વ અને ફિટ અને સ્વસ્થ રહેવા અંગેનો સંદેશો આપ્યો હતો. આ સાયક્લોથોન રેલીમાં ૮૦ વર્ષિય નિવૃત્ત શાળાના આચાર્ય શ્રી દેવાભાઈ છગનભાઈ પટેલે પણ સહભાગી બન્યાં હતાં.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના જાહેર આરોગ્ય સમિતિના અધ્યક્ષ શ્રીમતી નિલામ્બરીબેન પરમાર અને જિલ્લાના મહિલા અગ્રણી શ્રીમતી ડૉ. દર્શનાબેન દેશમુખે સાયકલ ચાલન થકી બિનચેપી રોગથી મુક્તિ અંગે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતાં તેમજ ભાગ લેનારા સહુને શુભેચ્છાઓ પાઠવી હતી.
રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, રાજપીપલા