દિયોદર રેફરલ હોસ્પિટલ માં 50 વર્ષે ના ગિગી બેને કોરોના ને હરાવ્યો

હિન્દ ન્યૂઝ, દિયોદર

    દિયોદર રેફરલ હોસ્પિટલ માં છેલ્લા 10 દિવસ થી સારવાર લઇ રહેલા ગિગીબેન મૂળા ભાઈ ભાટી રહે. લાખણી વાળાએ કોરોનાને હરાવી કરોના સામે જંગ જીત્યો હતો. તેમના પરિવાર જનોનું કહેવુ છે કે અમે મારી માતાને જ્યારથી દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે એડમિટ કર્યા હતા. ત્યારથી જ ડો. પ્રતિક રાઠોડ અને ડૉ. પંકજ ભાઈ તેમજ દિયોદર રેફરલ હોસ્પિટલ આરોગ્ય કર્મીઓ દ્વારા ખડે પગે રહી મારી માતાને તેમજ અન્ય કોરોના દર્દીઓ ની સારી દેખ રેખ આરોગ્ય સેવાઓ આપી છે. ત્યારે દિયોદર તાલુકા આરોગ્ય અધિકારી ડો.બ્રિજેશ વ્યાસ દિયોદર રેફરલ હોસ્પિટલ ડોક્ટર પ્રતિક રાઠોડ તેમજ હોસ્પિટલ ના સ્ટાફનો અમે દિલથી આભાર માનીએ છીએ.

અહેવાલ : પ્રદિપ સિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment