વેરાવળમાં 100 બેડ ની કોવિડ હોસ્પિટલ શરૂ

હિન્દ ન્યૂઝ, વેરાવળ

કોરોના મહામારી માં જ્યારે સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલો ફુલ થઈ છે ત્યારે આજે વેરાવળમાં શિવમ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત અને સામાજિક કાર્યકર્તા જગમાલભાઈ વાળા દ્વારા શિવમ કોવિડ હોસ્પિટલ કરું કરવામાં આવેલ છે. આજે કોરોના મહામારી એ સમગ્ર દેશ માં ભરડો લોધો છે અને આ મહામારી માં સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલો દર્દીઓથી ફુલ થઈ લોકો લાઇન માં ઉભેલા જોવા મળે છે ત્યારે વેરાવળ ગીર સોમનાથ માં લોકો ને આ મહામારી ની વચ્ચે લાઇન માં ન રહેવું પડે અને ખૂબ જ સરળતાથી સારવાર મેળવી શકે. ગરીબ અને મધ્યમ વર્ગ ને પરવળે તેવી વ્યવસ્થા ને ધ્યાનમાં રાખી શિવમ ફાઉન્ડેશન દ્વારા વેરાવળ શિશુ મંદિર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 100 બેડ ની શિવમ કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. જગમાલભાઈ વાળા ના દીકરી ડો. ડિમ્પલબેન વાળા દ્વારા રીબીન કાપી હોસ્પિટલ ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. 100 બેડ ની આ હોસ્પિટલ માં 50 બેડ આઈ શોલેશન ના અને 50 બેડ ઓક્સિજન બેડના રહેશે બે વેલટીનેશન અને બાઈપેક ની વ્યવસ્થા પણ રાખેલી છે. આ ઉપરાંત બે M.D ડોક્ટર દસ M.B.B.S ડોક્ટર અને વીસ નર્સિંગ સ્ટાફ ની સુવિધા છે.

જે લોકોની સેવા માટે ચોવીસ કલાક કાર્યરત રહેશે. હોસ્પિટલ માં દર્દી ને લેવા અને મુકવા માટે એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા પણ આપવામાં આવશે. આ હોસ્પિટલ માં કરેક દર્દી માટે ફક્ત દવા નો જ ચાર્જ લેવામાં આવશે આ ઉપરાંત દર્દી માટે સવારે ઉકાળો બપોરે નાળિયેલ પાણી, જ્યુસ, સાંજે હળદર વાળું દૂધ આ ઉપરાંત નાસ્તો અને જમવાની તમામ વ્યવસ્થા ફ્રી માં આપવામાં આવશે. દર્દી સાથે આવેલા સગાઓ માટે ચોવીસ કલાક નાસ્તો અને ઓર્ગેનિક જમવાનું સાવ ફ્રી માં આપવામાં આવશે. દર્દી ને એકલાપણુ નો અનુભવ ન થાય તે માટે હોસ્પિટલ માં ટીવી પ્રોજેક્ટ દ્વારા સિનેમા અને ધાર્મિક સિરિયલો દેખાડવામાં આવશે.

સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા

Related posts

Leave a Comment