છોટાઉદેપુર મત વિસ્તારમાં આજે તા.૫ મે ના રોજ સાંજે ૦૫-૦૦ કલાકથી ચૂંટણી પ્રચાર કરવા ઉપર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા તથા જાહેર શાંતિ અને સલામતી જળવાય રહે તેમજ ચૂંટણી મુક્ત, ન્યાયી અને પવિત્ર રીતે યોજાય તે માટે ભારતીય ચૂંટણી પંચની સૂચના અનુસાર મતદાન પુરું થવા માટે નિયત સમય સાથે પુરા થતાં ૪૮ કલાકના સમયગાળામાં ચૂંટણી પ્રચાર બંધ કરવા ઠરાવેલ છે. આ ઉપરાંત ચૂંટણી પ્રચારનો સમયગાળો પૂરો થાય તે પછી મતદાર વિસ્તાર સિવાયના રાજકીય કાર્યકરોને મતવિસ્તાર છોડી દેવા સૂચવવામાં આવ્યું છે. જેને ધ્યાને લઇ જિલ્લા…

Read More

જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ પેટલાદ સ્થિત કિન્નર સમાજના અખાડાની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, આણંદ       લોકસભા સામાન્ય ચૂંટણી અને ખંભાત વિધાનસભાની પેટાચૂંટણી માટે તા.૭ મેના રોજ મતદાન થનાર છે. આ ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. મતદાન જાગૃતિના પ્રયાસ સ્વરૂપે  જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ પેટલાદ સ્થિત કિન્નર સમાજના અખાડાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત વેળાએ પેટલાદના મદદનીશ ચૂંટણી અધિકારી પ્રગ્નેશ જાની તથા મામલતદાર પણ જોડાયા હતા. આ પ્રસંગે કિન્નર સમાજના  આગેવાન આરતીકુંવરબા દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીનું ફૂલહાર તથા શાલ ઓઢાડી…

Read More

જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિ

હિન્દ ન્યુઝ, આણંદ      આગામી તા. ૭ મે ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી તથા ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન થનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ૧૦૮ – ખંભાત વિધાનસભા મતવિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી કુંજલ શાહે આગામી ચૂંટણીને ધ્યાને રાખીને ની ૧૪૪ પ્રાથમિક શાળાઓ કે જ્યાં ૨૩૮ મતદાન મથકો ઊભા કરાયા છે ત્યાં દિવ્યાંગો માટે વ્હીલચેરની સુવિધા ઉપલબ્ધ બનાવવાના વિચારને હાથમાં લઈ તમામ મથકોને વ્હીલચેરથી સજજ કરવાની નવતર પહેલ હાથ ધરી છે. જેના ભાગરૂપે રસિક્લાલ નટવરલાલ પરિખ ઓડિટોરીયમ, ખંભાત ખાતે ૧૪૪ પ્રાથમિક શાળાઓને જિલ્લા ચૂંટણી અધિકારી…

Read More

જિલ્લાની વિવિધ કંપનીઓ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયા

હિન્દ ન્યુઝ, આણંદ    લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત નું મતદાન આણંદ જિલ્લામાં ૭ મી તારીખના રોજ સવારના ૭-૦૦ કલાકથી સાંજના ૬-૦૦ કલાક દરમિયાન યોજાનાર છે, ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર આણંદ જિલ્લામાં મહત્તમ મતદારો ચૂંટણીના દિવસે દેશ માટે ૧૦ મિનિટ કાઢે અને મતદાન કરે તે માટે અનેકવિધ મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત મદદનીશ‌ શ્રમ આયુક્ત ડી. એન. સોનવણેએ આણંદ જિલ્લાના ઔદ્યોગિક એકમો ખાતે ફરજ બજાવતા કામદારો મતદાન કરે, ચૂંટણીના દિવસે કામદારોને સવેતન રજા આપવામાં આવે છે અને જો…

Read More

દિવ્યાંગ રમતવીરોનો મતદાન માટેનો ઉત્સાહ તમામ મતદારો માટે પ્રેરણાદાયી – જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરી

હિન્દ ન્યુઝ, આણંદ      ૧૬- આણંદ લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા બી.આર.સી.ભવન, વઘવાલા, બોરસદ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.         આ કાર્યક્રમમાં દિવ્યાંગ રમતવીરો માટે સીટીંગ વોલીબોલની રમત સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં આણંદ અને વડોદરા જિલ્લાના દિવ્યાંગ રમતવીરોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં કુલ ૯૮ દિવ્યાંગ રમતવીરોએ સીટીંગ વોલીબોલ રમીને પોતાની સક્ષમતા દર્શાવીને મતદાન કરવા માટે ઘરે બેઠાં મતદાનની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં મતદાન મથકે જઈને મતદાન કરશે તેવી વાત કરીને સૌને અચૂક મતદાન કરવાની પ્રેરણા પૂરી પાડી…

Read More

જામનગર જિલ્લામાં સ્વીપ એક્ટિવિટી અંતર્ગત રંગોળીના માધ્યમથી મતદાન જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, જામનગર આગામી તા.7 મે ના રોજ ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત મતદાન યોજાશે. જામનગર જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી સ્વીપ એક્ટિવિટી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું સમગ્ર જિલ્લામાં આયોજન થઈ રહ્યું છે. ત્યારે જિલ્લામાં આંગણવાડીના બહેનો દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત રંગોળીઓ બનાવવામાં આવી હતી તેમજ જામજોધપુર તાલુકા પંચાયત, કાલાવડ નગર સેવા સદન, સિક્કા, જોડિયા, વસઇ સહિત અનેક ગામડાઓ અને જગ્યાઓ પર બહેનો દ્વારા રંગોળીઓ બનાવવામાં આવી હતી. રંગોળીમાં “મારો મત, મારુ ભવિષ્ય”, “વોટ ફોર બેટર ઈન્ડિયા”, “અવસર લોકશાહીનો”, “મતદાન મારો અધિકાર” , “ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ”,…

Read More

મતદાનના દિવસે દિવ્યાંગ મતદારો અને વરિષ્ઠ મતદારોને ફ્રી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળશે

હિન્દ ન્યુઝ, જામનગર     લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે આગામી તારીખ 07/05/2024 ના રોજ મતદાન યોજાનાર છે. ત્યારે જામનગર શહેરમાં વસવાટ કરતા દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારો (80 વર્ષ કે તેથી વધુ વર્ષના મતદારો) ને મતદાન મથકે આવવા માટે અને પરત જવા માટે ફ્રી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પૂરી પાડવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર દ્વારા પહેલ કરવામાં આવી છે. આગામી તારીખ 07/05/2024 ના રોજ મતદાન કરવા માટે ઈચ્છુક જામનગર શહેરના દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારો (80 વર્ષ કે તેથી વધુ વર્ષના મતદારો) ને મતદાન કરવા જવાના 1 કલાક પહેલા મોબાઈલ નંબર…

Read More

જિલ્લાના વધુમાં વધુ લોકો સહપરિવાર મતદાન કરીને લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં સહભાગી બને

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર   લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ ને મંગળવારના રોજ મતદાન થનાર છે, ત્યારે જિલ્લાના તમામ મતદારો વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી અનિલ ધામેલીયા દ્વારા મતદાર જાગૃત્તિ અર્થે અભિનવ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે વધુમાં વધુ લોકો સહપરિવાર મતદાન કરે તે ઇચ્છનીય છે. આ ઉપરાંત ચૂંટણી દરમિયાન મતદારોને ચૂંટણી બાબતે મુંજવતા પ્રશ્નોના નિવારણ માટે “૧૯૫૦” વોટર્સ હેલ્પલાઈન નંબર…

Read More

છોટાઉદેપુર જિલ્લાના શ્રમયોગીઓને મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત તા.૦૭/૦૫/૨૦૨૪ ને મંગળવારના રોજ મતદાન થનાર છે, જેને ધ્યાને લઇ છોટાઉદેપુર જિલ્લામાં ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એક્ટ – ૨૦૧૯, કારખાના અધિનિયમ-૧૯૪૮, બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્ક્સ એક્ટ-૧૯૯૬, કોન્ટ્રાક્ટ લેબર અધિનિયમ-૧૯૭૦ હેઠળ નોંધણી થયેલ સંસ્થામાં કામ કરતાં શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે. આ જોગવાઈ અનુસાર સવેતન રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગીઓ/કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહી. જે શ્રમયોગીઓની ગેરહાજરીથી જોખમ ઉભુ થવાના સંજોગો /…

Read More