હિન્દ ન્યુઝ, જામનગર
આગામી તા.7 મે ના રોજ ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત મતદાન યોજાશે. જામનગર જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી સ્વીપ એક્ટિવિટી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું સમગ્ર જિલ્લામાં આયોજન થઈ રહ્યું છે. ત્યારે જિલ્લામાં આંગણવાડીના બહેનો દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત રંગોળીઓ બનાવવામાં આવી હતી તેમજ જામજોધપુર તાલુકા પંચાયત, કાલાવડ નગર સેવા સદન, સિક્કા, જોડિયા, વસઇ સહિત અનેક ગામડાઓ અને જગ્યાઓ પર બહેનો દ્વારા રંગોળીઓ બનાવવામાં આવી હતી.
રંગોળીમાં “મારો મત, મારુ ભવિષ્ય”, “વોટ ફોર બેટર ઈન્ડિયા”, “અવસર લોકશાહીનો”, “મતદાન મારો અધિકાર” , “ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ”, “લોકસભા ચૂંટણી 2024” , “તમારો મત, તમારી તાકાત” , “રાષ્ટ્ર હિત માટે મતદાન”, “મતદાન, દેશ કા મહાપર્વ” જેવા મતદાન જાગૃતિલક્ષી સંદેશાઓ બનાવવામાં આવ્યા હતા.