મોવાસા રસીકરણ અભિયાન કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, ભાવનગર

માન.વડાપ્રધાન દ્વારા તા.૧૧/૦૩/૨૦૨૨નાં રોજ મહાપંચાયત સમેલનમાં આઝાદીનાં અમુત મહોત્સવ કાર્યક્રમ હેઠળ દરેક ગામમાં પશુઓને ખરપગા (ખરવા-મોવાસા) થી બચાવવા પશુઓનુ રસીકરણ કરવાનુ સુચન સુચવવામાં આવેલ. જે અંતર્ગત રાષ્ટ્રીયવ્યાપી નેશનલ એનિમલ ડિસીઝી કંટ્રોલ પ્રોગ્રામ (NADCP) તળે પશુઓમાં ખરવા-મોવાસા રોગ અટકાવ અને નિયંત્રણ માટે રાજ્યમાં ઘનિષ્ટ રસીકરણ કરવાનુ નક્કી થયેલ છે. જે અંતર્ગત તા.૨૬/૦૫/૨૦૨૨ સુધીનાં સમયગાળા દરમ્યાન ભાવનગર જિલ્લાનાં ગાયવર્ગ અને ભેસવર્ગનાં તમામ પશુઓને આવરી લેવાનાં આયોજન તળે તાલુકા વાઈઝ કુલ-૧૦ તાલુકા નોડલ અને તેની નિચે ૨૦૦ જેટલા તાંત્રીક સ્ટાફની નિમણુંક કરેલ છે. જે જિલ્લાનાં તમામ ગામોમાં જઈ પશુઓને વિનામુલ્યે રસીકરણ કરનાર હોય, ભાવનગર જિલ્લાનાં ગાય વર્ગ અને ભેસવર્ગનાં પશુઓ ધરાવતાં તમામ પશુપાલકોને રસીકરણ અભિયાનનો લાભ લેવા નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત, ભાવનગર દ્વારા જાણ કરવામાં આવે છે. વિશેષ માહિતી માટે પશુપાલકને નજીકનાં પશુસારવાર સંસ્થા, સર્વોતમ ડેરીનાં કુત્રિમ બિજદાન કાર્યકર અને તાલુકા પશુદવાખાનાનો સંપર્ક કરવા નાયબ પશુપાલન નિયામક દ્વારા જાણાવેલ છે.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment