જસદણ વોર્ડ નંબર 3મા ખાટલા બેઠક યોજાય 

હિન્દ ન્યુઝ, જસદણ 

    જસદણ શહેર ભાજપ પરિવાર દ્વારા વોર્ડ નંબર ત 3 ખાટલા બેઠક યોજવામા આવી જેમા સંકલ્પથી સિદ્ધિ સુધી મોદી સરકારના -૧૧ વર્ષ સંદર્ભે શક્તિ કેન્દ્ર નંબર 3 માં ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારની સિદ્ધિઓ અંગેની ચર્ચા કરવામાં આવી હતી. સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વયવંદના નોંધણી અભિયાન માં 70 વર્ષથી વધુ વયના નાગરિકોને રજીસ્ટ્રેશન વિશે માહિતી આપી.

    આ તકે જસદણ નગર પાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઇ છાયાણી, વોર્ડ નંબર 3 ના સભ્ય ગભરુભાઈ ધાધલ, પુર્વ કારોબારી ચેરમેન પંકજભાઈ ચાંવ પ્રતિનિધિ જે.ડી.ઢોલરીયા, ચંદુભાઈ કચ્છી યુવા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયો સહિત વોર્ડ નંબર 3 ના કાર્યકરો આગેવલો ઉપસ્થિતિ રહ્યા હતા.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment