હિન્દ ન્યુઝ, જસદણ
જસદણ મુકામે કૈલાશ નગર ખાનપર રોડ સ્વામિનારાયણ મંદિરે મુરબ્બી સ્વ.અશોકભાઈ મહેતા તેમજ સ્વ. દિનેશભાઈ વેકરીયા ના દ્વી માસિક શ્રધાંજલિ નિમિત્તે શ્રી આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટ તથા શ્રી નારી ગ્રુપ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ રક્તદાન કેમ્પ મા ઘણા મહાનુભવો ઉપસ્થિત રહી અને રક્તદાન કરેલ તેમાં નગરપાલિકાના પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી તેમજ નગરપાલિકા પૂર્વ ચેરમેન પંકજભાઈ ચાવ સહિત મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરેલ.
રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ
