જિલ્લા ક્ષય કેન્દ્ર-બોટાદ ખાતે NTEP પ્રોગ્રામ અંતર્ગત ૧૧ માસના કરારના ધોરણે એક જગ્યા માટે અરજીઓ મંગાવાઈ

હિન્દ ન્યુઝ, બોટાદ 

         જિલ્લા ક્ષય કેન્દ્ર-બોટાદ ખાતે NTEP પ્રોગ્રામ અંતર્ગત ૧૧ માસના કરારના ધોરણે જગ્યા ભરવા અરજી આરોગ્ય સાથી સોફ્ટવેરની લિંક https://arogyasathi.gujarat.gov.in પર તા.૦૭/૦૭/૨૦૨૫ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકથી તા.૨૧/૦૭/૨૦૨૫ નાં રોજ રાત્રે ૧૧:૫૯ કલાક સુધી (દિન-૧૫ માં) ઓનલાઇન અરજી કરવાની રહેશે. 

   લેબોરેટરી ટેકનીશીયનની ૧ જગ્યા માટે શૈક્ષણિક લાયકાત ઇન્ટર મીડીયેટ ૧૦+૨ અને મેડીકલ લેબોરેટરી ટેકનોલોજીનો અથવા તેને સમકક્ષ ડિપ્લોમાં અથવા સર્ટીફાઇડ કોર્ષ, ઉમેદવારની ઉંમર ૪૦ વર્ષથી વધુ ઉમર ન હોવી જોઈએ. વિશેષ લાયકાતમાં એક વર્ષનો એન.ટી.ઇ.પી. અથવા સ્પુટમ માઇક્રોસ્કોપીનો અનુભવ, ગ્રેજ્યુએટ અને અન્ય લાયકાતને પ્રાથમિકતા આપવામાં આવશે. બેઝીક કોમ્પ્યુટર નોલેજ હોવું જરૂરી છે. માસિક પગાર: ૨૦,૦૦૦/- રહેશે.

         ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સૂચનાઓ- ઉમેદવારની ફક્ત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર કરેલ અરજી જ સ્વીકારવામાં આવશે.તથા સાદી ટપાલ/ કુરિયર/ રૂબરૂ/સ્પીડપોસ્ટ/ આર.પી.એ.ડી.થી આવેલ અરજીઓ રદ ગણવામાં આવશે.સુવાંચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરિજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે. જો અસ્પષ્ટ, ન વંચાય તેવા

ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે તો તેવી અરજી રદ ગણવામાં આવશે. અધુરી વિગતો વાળી અરજીઓ અમાન્ય રહેશે.

           ઉક્ત તમામ જગ્યાઓ માટેનો પત્ર વ્યવહાર અત્રેની કચેરી દ્વારા ફક્ત ઈ-મેઈલ દ્વારા જ કરવામાં આવશે જેથી તમામ ઉમેદવારોએ ઈ-મેઈલ આઈ-ડી ખાસ કરીને હાલ કાર્યરત હોય તે જ નાખવાનું રહેશે.નિમણુકને લગત જેવા કે જગ્યામાં વધારો કે ઘટાડો કરવો કે ભરતી પ્રક્રિયા રદ કરવી તેનો તમામ આખરી નિર્ણય મિશન ડાયરેક્ટર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, બોટાદનો રહેશે.

Related posts

Leave a Comment