હિન્દ ન્યૂઝ, ભાભર
બનાસકાંઠા જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રીમતી બબીબેન ચૌધરીના અધયક્ષ સ્થાને આજે ભાભર નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે કોંગ્રેસના ઉમેદવારોના સમર્થનમાં મહિલાઓની સભા મળી હતી. ત્યારે ઉપસ્થિત ધારાસભ્ય શ્રીમતી ગેનીબહેન ઠાકોર, NSUI ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ મહિપાલ સિંહ ગઢવી, દિયોદર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ બી.કે.જોષી, ભાભર નગરપાલિકાના પ્રભારી મહેશભાઈ દવે, ભાભર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિકાસ ઠકકર, ભાભર તાલુકાના કોંગ્રેસ ના મહિલા પ્રમુખ નંદા બહેન ઠાકોર, કોંગ્રેસ ના મહિલા કાર્યકરો તેમજ ભાભર તાલુકાના કોંગ્રેસ ના મહિલા પ્રમુખ નંદાબહેન ઠાકોર ની ટીમ વગેરે મોટી સંખ્યામાં મહિલાઓ સભામાં ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારે બનાસકાંઠા જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બબીબેન ચૌધરીએ મહિલાઓને આહવાન કર્યું હતું અને ભાભર નગરપાલિકાના 24 ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા હાકલ કરી હતી. ત્યારે ઉપસ્થિત ધારાસભ્ય શ્રીમતી ગેનીબહેન ઠાકોરે તમામ કોંગ્રેસના આગેવાનોને આવકાર્યા હતા. જેમાં ભાભર મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે ઇન્દુબેન સુરેશભાઈ સોની ની ફુલહાર કરીને વરણી કરવામાં આવી હતી.
અહેવાલ : બાબુ ચૌધરી, ભાભર