સરકારના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૫-૨૬ માટે સહાયલક્ષી યોજનાઓ માટે તા.૦૫/૦૭/૨૦૨૫થી તા.૧૯/૦૭/૨૦૨૫ સુધી આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ ખુલ્લુ મુકાશે

હિન્દ ન્યુઝ, બોટાદ 

          સરકારના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૫-૨૬ માટે સહાયલક્ષી યોજનાઓ જેવી કે કાપણીના સાધનો, પ્રોસેસીંગના સાધનો, બાગાયતી પેદાશની વેચાણ વ્યવસ્થા માટે પેકીંગ મટીરીયલ્સમાં સહાયનો કાર્યક્રમ, કાચા-પાકા મંડપ, પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટના સાધનો (વજનકાંટા તથા પ્લાસ્ટિક કેરેટ્સ ), દેવી પૂજકને બીયારણના ઇનપુટમાં સહાય, ફળપાકોમાં પ્લાન્ટીંગ માટે ૯૦% સહાયનો કાર્યક્રમ, ટીસ્યુકલ્ચર છોડ દ્રારા ખારેકની ખેતીમાં વાવેતર વિસ્તાર વધારવા સહાય આપવાનો કાર્યક્રમ, સરગવાની ખેતીમાં સહાય આપવાનો કાર્યક્રમ, બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય, કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ)ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ, આંબા, જામફળ ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, કેળ (ટીસ્યુ) ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, પપૈયા ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ, ખેતર પર પેકીંગ/શોર્ટીગ/ગ્રેડીંગ અને સંગ્રહ એકમો, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના, ફળપાકોના જુના બગીચાઓને નવસર્જન કરવા માટેની યોજના (આંબા તથા લીંબુ ફળપાક), ક્રોપ કવર (શાકભાજી પાકો માટે), ક્રોપ કવર/ બેગ (કેળ/પપૈયા પાક માટે), ફ્રુટ કવર (આંબા,દાડમ, જામફળ, સિતાફળ, કમલમ), કોમ્પ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, વગેરે ઘટકો માટે તા.૦૫/૦૭/૨૦૨૫થી તા.૧૯/૦૭/૨૦૨૫ સુધી દરેક ખેડૂતો માટે યોજનાઓમાં લાભ લેવા અરજી કરવા આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ (https://ikhedut.gujarat.gov.in/site/login) ખુલ્લુ મુકવામાં આવશે. 

            બાગાયતદારોને ઉપરોક્ત ઘટકોમાં સહાય લેવા માટે ખેડૂત પોર્ટલ ૨.૦ (https://ikhedut.gujarat.gov.in/site/login) પર નોંધણી કર્યા બાદ જ ખેડૂતો અરજી કરી શકશે. તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રીન્ટ લઇ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજુરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહિ કરી જરૂરી સાધનિક કાગળો સાથે જિલ્લાની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં. A/S/૧૨, બીજો માળ, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદના સરનામે રજુ કરવાના રહેશે તેમ નાયબ બાગાયત નિયામક, બોટાદ દ્વારા જણાવવામાં આવે છે. 

 

Related posts

Leave a Comment