રાજ્યમાં અતિ ભારે વરસાદની સ્થિતિમાં વહીવટી તંત્ર જનતાની સલામતી માટે ખડેપગે

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ રાજ્યની પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સતત સંપર્કમાં: મંત્રી જીતુભાઈ વાઘાણી નાગરિકોને સાવચેતી રાખીને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ: મંત્રી જીતુભાઈ વાઘાણી રાહત કમિશનર ગૌરાંગ મકવાણા: ➡️ કેન્દ્ર સરકાર તરફથી મળેલી NDRFની વધારાની 2 ટીમ વલસાડ, 1 નવસારી અને 1 સુરત ખાતે મોકલાઈ  ➡️ વલસાડમાં 12 હજાર અને નવસારીમાં 10 હજારથી વધુ લોકોનું સ્થળાંતર ➡️ વલસાડમાં 200 અને નવસારીમાં 50થી વધુ નાગરિકોને રેસ્ક્યુ કરાયા ➡️ GSDMA હસ્તકની 25 બોટ્સ વલસાડ મોકલાઈ  

Read More

ભાવનગર ઝોન દ્વારા અમરેલી ખાતે પ્રાદેશિક સ્તરીય એક દિવસીય તાલીમ વર્કશોપનું આયોજન

હિન્દ ન્યુઝ, જૂનાગઢ      સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશોના અનુસંધાને “ઘન કચરા વ્યવસ્થાપન નિયમો–૨૦૨૬ SWM Rules–2026” ના અસરકારક અમલીકરણ માટે પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ, ભાવનગર ઝોન દ્વારા અમરેલી ખાતે પ્રાદેશિક સ્તરીય એક દિવસીય તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર ઝોન હેઠળની અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાની નગરપાલિકાઓના પદાધિકારીઓ અને અધિકારીઓને ઘન કચરાના વૈજ્ઞાનિક વ્યવસ્થાપન તથા નવા નિયમોના અમલીકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વર્કશોપ દરમિયાન ગુજરાત એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ GEMI ના ડેપ્યુટી એન્વાયર્નમેન્ટલ એન્જિનિયર DEEશ્રી પરેશ ચાવડાએ SWM Rules–2026 અંતર્ગત ચૂંટાયેલી પાંખની ભૂમિકા અને જવાબદારીઓ, બલ્ક વેસ્ટ જનરેટર…

Read More

બિહારથી સોમનાથ પધારેલા ૧૧૦૦ થી વધુ યાત્રાળુઓએ પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કર્યા

સોમનાથ સ્વાભિમાન પર્વ: અતૂટ આસ્થાના ૧૦૦૦ વર્ષ હિન્દ ન્યુઝ, સોમનાથ પરિસરમાં પરંપરાગત જીજીયા લોકનૃત્ય પ્રસ્તુત કરી સારી વર્ષાઋતુ અને સમૃદ્ધિની કામના કરતા શ્રદ્ધાળુઓ       ‘સોમનાથ સ્વાભિમાન પર્વ: અતૂટ આસ્થાના ૧૦૦૦ વર્ષ’ અંતર્ગત વિશેષ ટ્રેનના માધ્યમથી બિહારથી સોમનાથ પધારેલા ૧૧૦૦ થી વધુ યાત્રાળુઓએ દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતાં. સૌ પ્રથમ મંદિરમાં શ્રદ્ધાળુઓને સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને પ્રસાદ ભેટ અર્પણ કરી આવકારવામાં આવ્યાં હતાં. ત્યારબાદ, શ્રદ્ધાળુઓએ મહાદેવ સમક્ષ શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી હતી. દર્શન કર્યા બાદ મંદિર પરિસરમાં પરંપરાગત જીજીયા લોકનૃત્ય પ્રસ્તુત કરી શ્રદ્ધાળુઓએ સારી…

Read More

વેરાવળ ખાતે વિચરતી વિમુક્ત સમુદાયની એક દિવસીય ચિંતન શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, વેરાવળ    વેરાવળ ખાતે વિચરતી અને વિમુક્ત સમુદાયોના વિકાસ અને કલ્યાણ બોર્ડના સભ્ય ભરતભાઈ પટણીની અધ્યક્ષતામાં વિચરતા અને વિમુક્ત સમુદાયોની સમસ્યાઓ, પડકારો, તકો અને વિકાસ વિશે એકદિવસીય ચિંતન શિબિર યોજાઈ હતી. વેરાવળના રાજેન્દ્રભૂવન સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ એક દિવસીય ચિંતન શિબિરમાં જિલ્લાના છેવાડાના માનવી સુધી વિવિધ સરકારી યોજનાના લાભ પહોંચાડવા સહિત શિક્ષણ, આરોગ્ય સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ચિંતન શિબિરના અધ્યક્ષ ભરતભાઈ પટણીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, છેવાડાનો માનવી પણ મુખ્યધારામાં આવે તો જ વિકસિત સમાજનું યોગ્ય રીતે નિર્માણ થઈ શકે છે. પરસ્પરના…

Read More

આગામી 24 કલાકમાં મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની આગાહી

હિન્દ ન્યુઝ, દાહોદ       મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની આગાહી ના પગલે કલેક્ટર એસ. કે. પ્રજાપતિએ નાગરિકોને સાવચેત રહેવા કરી અપીલ જિલ્લા વહીવટીતંત્ર અને તમામ સંબંધિત વિભાગો એલર્ટ મોડ પર; આપાતકાલીન સ્થિતિમાં જિલ્લા ઇમરજન્સી કંટ્રોલ રૂમ, મહેસાણાના ફોન નં. 02762-222220 અથવા 02762-222299 પર સંપર્ક કરવા નાગરિકોને અનુરોધ હવામાન વિભાગની આગાહી અને જિલ્લા વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવા, શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહેવા, મોબાઇલ, ટોર્ચ, દવાઓ તથા જરૂરી સામગ્રી તૈયાર રાખવા તેમજ કોઈપણ આપત્તિ સર્જાય તો તાત્કાલિક વહીવટી તંત્રનો સંપર્ક કરવા નાગરિકોને અનુરોધ

Read More

ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.) જામનગર ખાતે ‘ઇન્ડસ્ટ્રી મીટ’ નું આયોજન કરાયુ

હિન્દ ન્યુઝ, જામનગર     સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જામનગર તથા Dual VET ના સંયુક્ત ઉપક્રમે ‘ઇન્ડસ્ટ્રી મીટ’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના માધ્યમથી જામનગર જિલ્લાની ITI ના તાલીમાર્થીઓને ઓન-ધ-જોબ ટ્રેનિંગ, એપ્રેન્ટિસશિપ તેમજ ગુણવત્તાસભર રોજગારીની તકો સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે ઉદ્યોગો સાથે સચોટ સંકલન અને સહયોગ સ્થાપિત કરાયો હતો. આ ઉપરાંત, વર્તમાન સમયમાં ઉદ્યોગોની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ કુશળ અને સક્ષમ માનવબળ તૈયાર કરવા માટે સંસ્થા અને સ્થાનિક ઉદ્યોગો વચ્ચેના પરસ્પર સંબંધોને વધુ સુદ્રઢ બનાવવાના વિવિધ વિષયો પર સઘન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં નોડલ અને ITI ના…

Read More

વલસાડ જિલ્લામાં પૂરની સ્થિતિ વચ્ચે ૧૨૭૫૪ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર, ૩૫૨ લોકોને રેસ્ક્યુ કરાયા 

હિન્દ ન્યુઝ, વલસાડ  વલસાડ જિલ્લામાં પવનના સુસવાટા સાથે પડી રહેલા મુશળધાર વરસાદ ને પગલે દિવસભર અનેક ખાનાખરાબી સર્જાઈ હતી. આ સાથે જ અનેક લોકોને સુરક્ષિત જગ્યા પર સ્થળાંતરિત પણ કરાયા હતા.  વલસાડ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ પાસેથી મળતી વિગત મુજબ, વલસાડમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ વચ્ચે જિલ્લા કલેકટરશ્રી નીતિન સાંગવાનના માર્ગદર્શન હેઠળ રાહત કામગીરી વીજળી વેગે ચાલી રહી છે. આજરોજ જિલ્લાના નીચાણવાળા વિસ્તારમાં રહેતા અંદાજે ૧૨૭૫૪ લોકોનું સ્થળાંતર કરી તેઓને સુરક્ષિત રીતે શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને રહેવા જમવા સહિતની સુવિધાઓ મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા…

Read More

જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર પી.બી.પંડ્યાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ બેઠકમાં કલેક્ટરએ અરજદારોના પ્રશ્નો અને રજૂઆતોને અત્યંત ગંભીરતાથી સાંભળ્યા હતા અને નિયમોનુસાર ત્વરિત કાર્યવાહી હાથ ધરીને તમામ પ્રશ્નોનો નિર્ધારિત સમયમર્યાદામાં ઉકેલ લાવવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.આ બેઠકમાં નાગરિકો તરફથી રજૂ કરવામાં આવેલા કુલ ૩૩ પ્રશ્નોમાંથી ૩૦ જેટલા પ્રશ્નોનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ લાવવામાં આવ્યો હતો, જે સ્વાગત કાર્યક્રમની લોકઅભિમુખ કામગીરી દર્શાવે છે. આ બેઠકમાં જમીન સંપાદન અન્વયે વળતરની રકમ મેળવવા, ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર મેળવવા, પીવાના…

Read More

વલસાડ જિલ્લામાં ચાર દિવસના અવિરત વરસાદે જનજીવન કર્યું અસ્તવ્યસ્ત, ઉમરગામમાં મેઘાનું રૌદ્ર સ્વરૂપ

હિન્દ ન્યુઝ, વલસાડ     વલસાડ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી અવિરત વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે જિલ્લાભરમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ વચ્ચે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા છે અને જનજીવન વ્યાપક રીતે પ્રભાવિત થયું છે.   તા. ૨૨ જુલાઈને બુધવારે સાંજે ૬ થી તા. ૨૩ જુલાઈને ગુરૂવારે સવારે ૬ સુધીના ૧૨ કલાકમાં રાત્રિ દરમિયાન સૌથી વધુ વરસાદ ૬૨૦ મી.મી.(૨૫ ઈંચ) વરસાદ ઉમરગામ તાલુકામાં પડ્યો હતો. જ્યારે સૌથી ઓછો વરસાદ પારડી તાલુકામાં ૨૨૭ મી.મી. (૯ ઈંચ) નોંધાયો હતો. આજે દિવસે તા. ૨૩ જુલાઈને ગુરૂવારે સવારે ૬ થી સાંજે ૪…

Read More

અતિભારે વરસાદથી ઉમરગામના વારોલી નદી ઉપરના પુલના બે સ્પાનને નુકસાન

હિન્દ ન્યુઝ, વલસાડ     દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૪૮ કલાક દરમિયાન નોંધાયેલા અભૂતપૂર્વ વરસાદના કારણે ઉમરગામ તાલુકામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ અસાધારણ કુદરતી પરિસ્થિતિ વચ્ચે પંચાયત માર્ગ અને મકાન વિભાગ, વલસાડ હસ્તકના ઉમરગામ તાલુકાના સોળસુંબા–ભાઠી–કરમબેલી અન્ય જિલ્લા માર્ગ પર વારોલી નદી ઉપર આવેલા મેજર બ્રિજના મધ્ય ભાગના સ્પાનને નુકસાન પહોંચ્યું છે.         વલસાડ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી ભાવેશભાઈ પટેલના જણાવ્યા મુજબ, આ પુલ ૧૮ મીટરના ૧૦ સ્પાન ધરાવતો કુલ ૧૮૦ મીટર લાંબો ટી-બીમ ગર્ડર + ડેક સ્લેબ પ્રકારનો મેજર બ્રિજ છે. તા.…

Read More