હિન્દ ન્યુઝ, ડાંગ ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આજે તા. ૨૮મી જુલાઈ, ૨૦૨૬ ના રોજ સવારે ૦૭:૦૦ વાગ્યે હવામાનની વિગતો (Nowcast) જાહેર કરવામાં આવી છે. આ આગાહી મુજબ, ગુજરાત રાજ્યના કેટલાક ચોક્કસ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ (< 5 mm/hr) થવાની સંભાવના છે. આ સાથે હળવી ગાજવીજ અને પવનની ઝડપ પ્રતિ કલાકે ૪૦ કિમીથી ઓછી (ઝોક સાથે) રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પ્રાથમિક અનુમાનુજબ ડાંગ જિલ્લાનો ગ્રીન ઝોનમાં સમાવેશ કરાયો છે. અસરગ્રસ્ત જિલ્લાઓ અને વિસ્તારો જોઈએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વલસાડ, દમણ, દાદરા અને…
Read MoreDay: July 28, 2026
પીએમશ્રી પાનવડ પ્રાથમિક ગ્રુપ શાળા ખાતે આધુનિક ‘STEM Lab’નું રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાના હસ્તે લોકાર્પણ
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર પીએમશ્રી પાનવડ પ્રાથમિક ગ્રુપ શાળા ખાતે બાળકોને ગુણવત્તાસભર અને આધુનિક ટેકનોલોજીયુક્ત શિક્ષણ પૂરું પાડવાના ભગીરથ પ્રયાસના ભાગરૂપે નવનિર્મિત આધુનિક ‘STEM Lab’ (Science, Technology, Engineering, and Math Lab) નું રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીશ્રી રિવાબા જાડેજાના વરદ હસ્તે ગૌરવવંતું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી રિવાબાએ જણાવ્યુ હતુ કે, આજના ડિજિટલ યુગમાં ગ્રામીણ ક્ષેત્રના બાળકો પણ વૈશ્વિક સ્પર્ધામાં પાછળ ન રહી જાય અને આગળ વધે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે. PM-SHRI યોજના હેઠળ નિર્માણ પામેલી આ STEM Labના માધ્યમથી બાળકો પુસ્તકીય જ્ઞાન અને ગોખણપટ્ટીમાંથી મુક્ત…
Read Moreવાપી પાસે ૩૫ મુસાફરો ભરેલી બસ રેસ્કયુ કરવા બદલ ટ્રાવેલ્સના માલિકે કલેકટર નીતિન સાંગવાનનો માન્યો આભાર
હિન્દ ન્યુઝ, વાપી વલસાડ જિલ્લામાં તા. ૨૩ જુલાઈના રોજ ભારે વરસાદની સાથે પૂર આવતા સુરતથી મહારાષ્ટ્ર જતી ખાનગી ટ્રાવેલ્સની બસ વાપી પાસે ધસમસતા પાણીના પ્રવાહમાં પ્રવાહ ફસાઈ હતી. આ સમયે બસમાં નાના બાળકોમાંથી માંડીને મોટેરા સુધી કુલ ૩૫ જેટલા મુસાફરો હતા જેઓના જીવ તાળવે ચોંટાયા હતા. આખરે ડ્રાઈવરે વલસાડ કલેકટર કચેરીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેલ્પલાઈન પર કોલ કરતા કલેકટરશ્રી નીતિન સાંગવાનના માર્ગદર્શન હેઠળ એનડીઆરએફની ટીમ રેસ્ક્યુ માટે તાત્કાલિક સ્થળ પર પહોંચી તમામ ૩૫ મુસાફરોને પોલીસની મદદથી સહી સલામત બહાર કાઢી સુરક્ષિત સ્થળે શેલ્ટર હોમમાં પહોંચાડ્યા હતા. જ્યાં રહેવા –…
Read Moreભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા માંડવી તાલુકામાં આરોગ્ય વિભાગની સઘન કામગીરી
હિન્દ ન્યુઝ, સુરત સુરત જિલ્લામાં થયેલા ભારે વરસાદને પગલે સંભવિત રોગચાળો અટકાવવા અને જનસ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સતત નિવારક પગલાં લેવામાં આવી રહ્યા છે.ત્યારે માંડવી તાલુકાના મોટીચેર, જાંખલા, કાકરાપાર ગામોમાં ભારે વરસાદના કારણે ભરાયેલ પાણી ઓસરી ગયા બાદ આરોગ્ય વિભાગની ટીમો દ્વારા પીવાના પાણીનું ક્લોરીનેશન, સાફસફાઇ, દવાનો છંટકાવ (ડસ્ટિંગ), આવશ્યક સ્થળોએ ફોગિંગ, તેમજ સ્થાનિક નાગરિકોના હેલ્થ ચેક-અપ કરીને જરૂરિયાત મુજબ સારવાર અને દવાઓનું નિ:શુલ્ક વિતરણ કરાયું હતું. આરોગ્ય વિભાગની ટીમોએ ઘરે-ઘરે મુલાકાત લઈ તાવ, ઝાડા-ઊલટી, ચામડીના રોગો અને…
Read Moreડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે બારખાંઘ્યા પુલ અને વઘઈ-સાપુતારા માર્ગની સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરતા ધારાસભ્ય વિજયભાઈ પટેલ
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લામાં ગત દિવસોમાં પડેલા ભારે વરસાદને કારણે જનજીવન અને વાહન વ્યવહાર પર અસર થઈ હતી. આ વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિને ધ્યાને રાખીને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની સઘન સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ડાંગ જિલ્લાના બારખાંઘ્યા ગામે આવેલા પુલ નજીક નદીના પૂરના પાણીના કારણે ભારે ધોવાણ થતાં વાહનવ્યવહાર પર અસર પડી હતી. આ ઉપરાંત, પ્રવાસીઓ માટે મહત્વપૂર્ણ ગણાતા વઘઈ-સાપુતારા માર્ગ પર પહાડ પરથી માટી અને પથ્થરો ધસી આવતાં (લેન્ડસ્લાઇડિંગ) રસ્તો અંશતઃ અવરોધાયો હતો. આ બંને સંવેદનશીલ સ્થળોએ…
Read Moreવર્લ્ડ હિપેટાઇટિસ ડે નિમિત્તે ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, દાહોદ વિશ્વ હિપેટાઇટિસ દિવસ (World Hepatitis Day) નિમિત્તે 28 જુલાઈના રોજ “Let’s Break It Down” થીમ અંતર્ગત ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલની બ્લડ બેંક ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત તથા જિલ્લા ક્ષય અધિકારી ડૉ. આર. ડી. પહાડિયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હિપેટાઇટિસ અંગે જનજાગૃતિ લાવવા માટે નિષ્ણાતો દ્વારા હિપેટાઇટિસના વિવિધ પ્રકારો, તેના સંક્રમણના માર્ગો તથા બચાવના અસરકારક ઉપાયો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હિપેટાઇટિસ પ્રદૂષિત પાણી અને ખોરાક, અસુરક્ષિત સોય-સીરીંજના…
Read Moreજલાલપોર તાલુકાના કરાંખટ ખાતે બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી વિષયક પર એક દિવસીય ખેડૂત શિબિર યોજાઈ
હિન્દ ન્યુઝ, જલાલપોર નાયબ બાગાયત નિયામકની કચેરી, નવસારી દ્વારા બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓનો વ્યાપક પ્રચાર-પ્રસાર તથા બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના હેતુથી નંદિબા પ્રાકૃતિક મોડલ ફાર્મ, કરાંખટ, જલાલપોર ખાતે “બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી” વિષય પર એક દિવસીય ખેડૂત તાલીમ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય રાહુલભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી પર્યાવરણ સંરક્ષણ સાથે ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા તેમજ આત્મનિર્ભર ખેતી તરફ આગળ વધવા અનુરોધ કર્યો હતો. શિબિર દરમિયાન નવસારી જિલ્લાના નાયબ બાગાયત નિયામકશ્રી પડાલિયાએ ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું…
Read Moreરોટરી ક્લબ ઓફ સુરત સી-ફેસ દ્વારા ગ્લોબલ ગ્રાન્ટ પ્રોજેક્ટ અંતર્ગત નવી સિવિલ હોસ્પિટલને રૂ.૩૦ લાખની કિંમતના અત્યાધુનિક હાઈ-એન્ડ સોનોગ્રાફી મશીનની ભેટ
હિન્દ ન્યુઝ, સુરત સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ તેમજ જનઉપયોગી બનાવવાની દિશામાં વધુ એક લોકહિતનું પગલું ભરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના મુખ્ય તબીબી કેન્દ્ર અને હજારો દર્દીઓ માટે જીવનરક્ષક બનેલી નવી સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં સારવાર અર્થે આવતી સગર્ભા મહિલાઓની સુવિધા માટે ‘રોટરી ક્લબ ઓફ સુરત સી ફેસ’ દ્વારા ગ્લોબલ ગ્રાન્ટ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજિત રૂ. ૩૦ લાખની કિંમતના અત્યાધુનિક હાઈ-એન્ડ સોનોગ્રાફી મશીનની ભેટ આપવામાં આવી છે. આ નવીનતમ તકનીકી સુવિધા હેઠળ સિવિલમાં સારવાર માટે આવતી હજારો જરૂરિયાતમંદ મહિલાઓને એક જ સ્થળે ઉચ્ચ ગુણવત્તાસભર, ઝડપી અને સચોટ…
Read Moreનવસારી જિલ્લામાં પૂરગ્રસ્ત પરિવારોને વિવિધ રાહત સહાયના વિતરણની કામગીરી સતત કાર્યરત
હિન્દ ન્યુઝ, નવસારી તાજેતરમાં નવસારી જિલ્લામાં ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત પરિવારોને રાજ્ય સરકારના ધોરણો મુજબ કેશડોલ, ઘરવખરી, મકાન તથા પશુમૃત્યુ સહાય ઝડપથી મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર મનિષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સર્વે, વેરિફિકેશન અને સહાયની ચૂકવણીની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. તા. ૨૮ જુલાઈ, ૨૦૨૬ના રોજ સાંજે ૪:૦૦ વાગ્યા સુધીમાં જિલ્લામાં કુલ ૩૮,૪૭૯ અસરગ્રસ્ત પરિવારોને રૂ. ૬.૭૨ કરોડથી વધુની કેશડોલ સહાય ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત ઘરવખરી સહાય હેઠળ રૂ.…
Read Moreડાંગ હવામાન અપડેટ
હિન્દ ન્યુઝ, ડાંગ હવામાન અપડેટ 🌦️ ભારતીય હવામાન વિભાગ (IMD)ની તાજેતરની Nowcast આગાહી મુજબ ડાંગ જિલ્લો ગ્રીન ઝોનમાં સમાવાયો છે. એટલે કે હાલમાં જિલ્લામાં કોઈ ગંભીર હવામાન ચેતવણી નથી. ✅ ગુજરાતના ઉત્તર અને પૂર્વ-દક્ષિણના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદ, હળવી ગાજવીજ અને 40 કિમી/કલાકથી ઓછી ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ⚠️ યલો ઝોનમાં સમાવાયેલા જિલ્લાઓ: બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલી. 🔹 વીજળી પડવાની સંભાવના ઓછી (30%થી ઓછી) હોવાનું IMDએ જણાવ્યું છે. 🙏 નાગરિકોને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ.
Read More