BSF ગાંધીધામને માધાપરિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વોટર કુલર અને એર કુલરની ભેટ અર્પણ

હિન્દ ન્યુઝ, ભુજ      માધાપરિયા પ્રાઇવેટ લિમિટેડ, માધાપર દ્વારા ગરમીમાં જવાનોને રાહત મળી રહે તે હેતુથી BSF ગાંધીધામને વોટર કુલર અને એર કુલરની ભેટ આપવામાં આવી હતી.  ભેટ અર્પણ કાર્યક્રમમાં કંપનીના માલિક શ્રીમતી હંસાબેન માધાપરિયા, હરજીભાઇ માધાપરિયા તથા ડાયરેક્ટરશ્રી આશિષ માધાપરિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે આપવામાં આવેલી ભેટ BSF ગાંધીધામના ડેપ્યુટી કમાન્ડન્ટ શ્રી અમિત કુમાર એ સ્વીકારી હતી. આ પ્રસંગે નાયબ માહિતી નિયામક ઘનશ્યામ પેડવા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. BSF ના અધિકારીએ માધાપરિયા પ્રા. લિ. ના આ સહકાર અને દેશસેવામાં જોડાયેલા જવાનો પ્રત્યેની સંવેદનશીલતાની પ્રશંસા કરી હતી.…

Read More