વલસાડ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વલસાડ- ડાંગમાં ૧૩ દુકાન-હોટલમાંથી હલકી કક્ષાની ખાદ્ય સામગ્રી મળી આવી

હિન્દ ન્યુઝ, વલસાડ    વલસાડ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વલસાડ-ડાંગમાં આવેલી હોટલો તથા રેસ્ટોરેન્ટ, ખાણી પીણી દુકાનો, તથા ડેરીઓની તપાસણી કરી ખાદ્ય સામગ્રીના નમુના લેવામાં આવ્યા હતા. જેમાંથી ૧૩ નમુના નાપાસ થતા હવે તમામને નોટિસ ફટકારી તેઓ સામે એડ્જ્યુડીકેટીંગ કેસ (નિવાસી અધિક કલેકટરશ્રીની કોર્ટમાં કેસ) દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વલસાડ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝીગ્નેટેડ ઓફિસરશ્રી આશિષ આર. વળવીના જણાવ્યા અનુસાર, વલસાડ અને ડાંગ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ કામગીરી દરમિયાન (૧) વલસાડના ગુંદલાવ જીઆઈડીસી ખાતે આવેલી હોટલ ફલાહમાં લુઝ પનીર,…

Read More

ફરજ સાથે સેવાકાર્યની મહેક

વલસાડ માહિતી કચેરી બની સરકાર અને પ્રજા વચ્ચે મજબૂત સેતુરૂપ, ઉમરગામના અંદાજે ૧૫૦૦થી વધુ પૂર અસરગ્રસ્તો સુધી પહોંચાડી રાહત સામગ્રી હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ જિલ્લામાં વર્ષ ૧૯૬૮ બાદ તા. ૨૩ જુલાઈ, ૨૦૨૬ના રોજ પડેલા અભૂતપૂર્વ વરસાદ અને વિનાશક પૂરના કારણે ઉમરગામ તાલુકાના અનેક ગામોમાં ભારે તારાજી સર્જાઈ હતી. પૂરના પાણી ઓસર્યા બાદ અનેક પરિવારો ઘરવિહોણા બન્યા હતા, જ્યારે કેટલાક પરિવારો આજે પણ કાદવ-કીચડ વચ્ચે મુશ્કેલીભર્યું જીવન જીવવા મજબૂર બન્યા છે. અસરગ્રસ્તોની કરૂણ સ્થિતિ જોઈ કોઈનું પણ હૃદય દ્રવી ઊઠે તેવી પરિસ્થિતિ વચ્ચે અનેક સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓ માનવસેવા માટે આગળ…

Read More

વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી વ્યાપક નુકસાન: વહીવટી તંત્ર દ્વારા રાહત અને સહાયની કામગીરી વેગવંતી

હિન્દ ન્યુઝ, વલસાડ    વલસાડ જિલ્લામાં પ્રવર્તમાન ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે નોંધપાત્ર નુકસાન થયું છે. આ કુદરતી આપત્તિને પહોંચી વળવા અને અસરગ્રસ્તોને મદદરૂપ થવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ, રાહત અને સહાય વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી છે.               પ્રાથમિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે કેશ ડોલ્સ અને ઘરવખરી સહાય પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. વલસાડ પુર નિયત્રણ કક્ષ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર તા. 28-07-26 સુધી કેશ ડોલ્સ અંતર્ગત જિલ્લામાં 19613 પરિવારોનો સર્વે કરી તેમાંથી 15505 પરિવારોને રૂપિયા 2.88 કરોડની…

Read More

ડાંગના વાઘમાળ ગામે પશુપાલનથી સમૃદ્ધિનું મોડેલ 

હિન્દ ન્યુઝ, ડાંગ વઘઈ તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં આવેલ વાઘમાળ ગામ આજે પશુપાલન ક્ષેત્રે પ્રેરણાદાયી ઉદાહરણ બન્યું છે. વર્ષ 2006થી કાર્યરત મહિલા સંચાલિત દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં હાલમાં 77 પશુપાલકો જોડાયેલા છે અને ગામના 80થી 90 ટકા પરિવારો પશુપાલન સાથે સંકળાયેલા છે. ✅ વર્ષ 2025-26 દરમિયાન 3.51 લાખ લિટર દૂધનું સંપાદન 💰 કુલ આવક ₹1.32 કરોડથી વધુ 📈 દર મહિને સરેરાશ ₹10 લાખથી વધુની આવક પશુપાલક શ્રીમતી લલિતાબેન ભોયે જણાવે છે કે ખેતી સાથે પશુપાલનથી ઘરઆંગણે રોજગારી મળી રહે છે, નિયમિત આવક થાય છે અને બહારગામ મજૂરી માટે જવું પડતું નથી.…

Read More

તા. ૧ થી ૮ ઓગસ્ટ દરમિયાન ડાંગ જિલ્લામાં ‘નારી વંદન ઉત્સવ’ની ઉજવણી

નારી વંદન ઉત્સવ – ૨૦૨૬  હિન્દ ન્યુઝ, ડાંગ મહિલાઓના સુરક્ષિત, સ્વાવલંબી, સ્વસ્થ અને સશક્ત સમાજના નિર્માણ માટે ડાંગ જિલ્લામાં ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત વિવિધ જનજાગૃતિ અને લોકભાગીદારીના કાર્યક્રમો યોજાશે. ✨ મુખ્ય વિષયો: 🔹 મહિલા સુરક્ષા 🔹 બેટી બચાવો – બેટી પઢાવો 🔹 મહિલા સ્વાવલંબન 🔹 મહિલા નેતૃત્વ વિકાસ 🔹 મહિલા કર્મયોગી 🔹 મહિલા કલ્યાણ 🔹 મહિલા અને બાળ આરોગ્ય 📚 ઉત્સવ દરમિયાન સેમિનાર, આરોગ્ય કેમ્પ, કૌશલ્ય વિકાસ તાલીમ, મહિલા સન્માન, કાનૂની જાગૃતિ, સ્વરોજગાર માર્ગદર્શન તેમજ વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવશે.   🤝 તમામ મહિલાઓ, કિશોરીઓ, વિદ્યાર્થીઓ, મહિલા મંડળો…

Read More

ડાંગના યુવા પર્વતારોહકને શુભકામનાઓ!

હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લાના ચિરાપાડા ગામના સાહસિક યુવા પર્વતારોહક ભોવાન રાઠોડ હિમાચલ પ્રદેશના ‘માઉન્ટ યુનમ’ શિખર સર કરવાના અભિયાન માટે રવાના થયા. આ અવસરે જિલ્લા કલેક્ટર કચેરી, આહવા ખાતે નિવાસી અધિક કલેક્ટર એચ. એમ. જણકાટે દ્વારા ફ્લેગ-ઓફ આપી તેમની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ ગામીત, સરકારી વિનયન કોલેજના અધ્યાપકો, વિદ્યાર્થીઓ, સ્થાનિક પદાધિકારીઓ અને ગ્રામજનોએ ઉપસ્થિત રહી યુવા પર્વતારોહકનું ઉત્સાહવર્ધન કર્યું. 💐 ડાંગની ધરતીના આ સાહસિક યુવાનને અભિયાન માટે હાર્દિક શુભેચ્છાઓ. તેઓ સફળતાપૂર્વક માઉન્ટ યુનમ શિખર સર કરી સમગ્ર ડાંગ અને ગુજરાતનું ગૌરવ…

Read More

ડાંગ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા વઘઈ-ડુંગરડા-ભેંસકાત્રી માર્ગ પર ‘ઇકોફિક્સ’ પદ્ધતિથી પેચવર્ક કામગીરી હાથ ધરાઈ

હિન્દ ન્યુઝ, ડાંગ     ડાંગ જિલ્લામાં વરસાદે વિરામ લેતાં જ નાગરિકો અને મુસાફરોની વાહનવ્યવહાર ક્ષેત્રે સલામતી સુનિશ્ચિત કરવાના હેતુથી માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત વઘઈ-ડુંગરડા-ભેંસકાત્રી રોડ પર ‘ઇકોફિક્સ’ (કોલ્ડ મિક્સ) ટેકનોલોજીનો ઉપયોગ કરીને રોડનું રિપેરિંગ અને પેચવર્ક પૂર્ણ કરવામાં આવ્યું છે. ચોમાસા દરમિયાન વાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિભાગ દ્વારા જિલ્લાના તમામ મુખ્ય માર્ગો પર અવિરતપણે રિસ્ટોરેશનની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.

Read More

ગુરુપૂર્ણિમાના પાવન પર્વે ગુરુજનોને વંદન

હિન્દ ન્યુઝ, ડાંગ     પ્રયોશા પ્રતિષ્ઠાન સંચાલિત સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર, માલેગામ ખાતે ગુરુપૂર્ણિમાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી. પૂજ્ય પી.પી. સ્વામીજીએ વિદ્યાર્થીઓને ગુરુના મહિમા અને જીવનમાં શિક્ષણના મહત્વ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું. વિદ્યાર્થીનીઓએ સુંદર ગુરુ વંદના નૃત્ય રજૂ કર્યું તેમજ વિદ્યાર્થીઓએ શ્રીમદ્ ભગવદ્ ગીતાના ૧૫મા અધ્યાયનું સામૂહિક પઠન કરી સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક બનાવ્યું. વિદ્યાર્થીઓએ માતા-પિતા, ગુરુજનો અને રાષ્ટ્ર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી પંચાંગ પ્રણામ કર્યા તેમજ શિક્ષકોનું પૂજન કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. ગુરુનો આદર, સંસ્કાર અને જ્ઞાન પ્રત્યેની શ્રદ્ધા જ જીવનને ઉજ્જવળ બનાવે છે. 

Read More

ગુજરાત રાજ્યમાં આગામી ૩ કલાક દરમિયાન મધ્યમથી હળવા વરસાદ અને ગાજવીજની સંભાવના

હિન્દ ન્યુઝ, ડાંગ આજ તારીખ ૨૯ મી જુલાઈ, ૨૦૨૬ ના રોજ સાંજે હવામાન વિજ્ઞાન કેન્દ્ર, ભારત હવામાન વિભાગ (IMD), અમદાવાદ દ્વારા જારી કરવામાં આવેલા આગાહી (Nowcast) બુલેટિન અનુસાર, આગામી ૩ કલાક દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મધ્યમથી હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જે મુજબ વરસાદની આગાહી અંગેની મુખ્ય વિગતો: ૧) મધ્યમ વરસાદ અને હળવી ગાજવીજ (Orange Alert / Alert Zone): આગાહી: ૫ થી ૧૫ મીમી/કલાકની ઝડપે મધ્યમ વરસાદ, વીજળીના હળવા ચમકારા (૩૦% થી ઓછી સંભાવના) અને પવનની ઝડપ ૪૦ કિમી/કલાક સુધી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અસરગ્રસ્ત જિલ્લાઓ…

Read More

જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના નવનિર્મિત ‘સહકાર ભવન’નું કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ

હિન્દ ન્યુઝ, જામનગર    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ અભિયાનથી પ્રેરણા લઈ ધી જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્ક લી. ની મુખ્ય કચેરીના નવનિર્મિત ‘સહકાર ભવન’નું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ સહકાર ક્ષેત્રે લેવાયેલા વિવિધ ક્રાંતિકારી ઇનિશિયેટિવ્સ ગ્રામીણ સહકારી સેક્ટરને વધુ સક્ષમ અને સમૃદ્ધ કરવામાં અત્યંત મહત્વપૂર્ણ સાબિત થયા છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ના દ્રષ્ટિબિંદુને સાકાર કરવામાં જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકનું આ નવનિર્મિત ‘સહકાર…

Read More