હિન્દ ન્યુઝ, ડાંગ
ડાંગ જિલ્લાના ચિરાપાડા ગામના સાહસિક યુવા પર્વતારોહક ભોવાન રાઠોડ હિમાચલ પ્રદેશના ‘માઉન્ટ યુનમ’ શિખર સર કરવાના અભિયાન માટે રવાના થયા.
આ અવસરે જિલ્લા કલેક્ટર કચેરી, આહવા ખાતે નિવાસી અધિક કલેક્ટર એચ. એમ. જણકાટે દ્વારા ફ્લેગ-ઓફ આપી તેમની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ ગામીત, સરકારી વિનયન કોલેજના અધ્યાપકો, વિદ્યાર્થીઓ, સ્થાનિક પદાધિકારીઓ અને ગ્રામજનોએ ઉપસ્થિત રહી યુવા પર્વતારોહકનું ઉત્સાહવર્ધન કર્યું.
💐 ડાંગની ધરતીના આ સાહસિક યુવાનને અભિયાન માટે હાર્દિક શુભેચ્છાઓ. તેઓ સફળતાપૂર્વક માઉન્ટ યુનમ શિખર સર કરી સમગ્ર ડાંગ અને ગુજરાતનું ગૌરવ વધારે તેવી શુભકામનાઓ.
