ડાંગ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા વઘઈ-ડુંગરડા-ભેંસકાત્રી માર્ગ પર ‘ઇકોફિક્સ’ પદ્ધતિથી પેચવર્ક કામગીરી હાથ ધરાઈ

હિન્દ ન્યુઝ, ડાંગ 

   ડાંગ જિલ્લામાં વરસાદે વિરામ લેતાં જ નાગરિકો અને મુસાફરોની વાહનવ્યવહાર ક્ષેત્રે સલામતી સુનિશ્ચિત કરવાના હેતુથી માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત વઘઈ-ડુંગરડા-ભેંસકાત્રી રોડ પર ‘ઇકોફિક્સ’ (કોલ્ડ મિક્સ) ટેકનોલોજીનો ઉપયોગ કરીને રોડનું રિપેરિંગ અને પેચવર્ક પૂર્ણ કરવામાં આવ્યું છે. ચોમાસા દરમિયાન વાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિભાગ દ્વારા જિલ્લાના તમામ મુખ્ય માર્ગો પર અવિરતપણે રિસ્ટોરેશનની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.

Related posts

Leave a Comment