બોટાદ જિલ્લામાં તા. ૩૦ ઓક્ટોબરના રોજ ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ની ઉજવણી કરાશે 00000 બોટાદ APMC યાર્ડ ખાતે જિલ્લા કક્ષાના ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ના મુખ્ય કાર્યક્રમનું આયોજન

હિન્દ ન્યુઝ, બોટાદ          બોટાદ જિલ્લામાં ખેડૂતોને ખેતીલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન મળી રહે તેમજ સરકારી સહાય અને વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી મળી રહે તે હેતુથી આગામી તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ની ઉજવણી કરવામાં આવશે.        આ પ્રસંગે માનનીય વડાપ્રધાનની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના ભિલડી ખાતેથી રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમ દરમિયાન ‘પીએમ કિસાન સમ્માન નિધિ’ યોજનાનો ૨૪મો હપ્તો રિલીઝ કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત બોટાદના APMC યાર્ડ ખાતે જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લા પંચાયતની ૨૦ બેઠકોને આવરી…

Read More

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 2.98 લાખથી વધુ નો બાકી વેરો ભરપાઈ ન કરતા આજે વધુ 15 પ્રોપર્ટી કરવામાં આવી સીલ

હિન્દ ન્યુઝ, આણંદ     કરમસદ આણંદ મહાનગરપાલિકાની રિકવરી ટીમ દ્વારા બાકી વેરાની વસુલાત અંતર્ગત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત આણંદ વિદ્યાનગર રોડ, રાજમાર્ગ રોડ અને 100 ફૂટના રોડ ઉપરની રૂપિયા 2,98,251 નો બાકી વેરો ભરપાઈ ન કરતા કુલ 15 જેટલી દુકાનો તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવી છે. કરમસદ આણંદ મહાનગરપાલિકાની રિકવરી ટીમના અધિકારીના જણાવ્યા મુજબ બાકી વેરાની વસુલાત માટે પ્રોપર્ટી માલિકોને લેખિત નોટીસ આપવા છતાં અને વારંવાર સૂચના આપવા છતાં પણ બાકી વેરાની રકમ જમા ન કરાવતા પ્રોપર્ટી સીલ કરવાની ફરજ પડી છે. મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકોને…

Read More

આણંદ જિલ્લાના દિવ્યાંગજનો માટે આગામી ૩ અને ૪ નવેમ્બરના રોજ નિઃશુલ્ક સાધન-સહાય એસેસમેન્ટ કેમ્પનું આયોજન

હિન્દ ન્યુઝ, આણંદ   આણંદ જિલ્લાના અસ્થિવિષયક દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને આધુનિક સહાયક ઉપકરણો પૂરા પાડી તેમને આત્મનિર્ભર બનાવવાના ઉમદા હેતુ સાથે આગામી તારીખ ૩ અને ૪ નવેમ્બરના રોજ એક વિશેષ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તેમજ નિયામક, સમાજ સુરક્ષા પ્રભાગના માર્ગદર્શન હેઠળ ભારત સરકારની સંસ્થા એલિમ્કો (ALIMCO) અને પેટલાદ તાલુકાના નાર સ્થિત શ્રી નિત્યાનંદ સ્વામી એજ્યુકેશન ટ્રસ્ટ, ગોકુલધામના સહયોગથી આણંદ જિલ્લાના હલન-ચલનની અશક્તતા ધરાવતા દિવ્યાંગજનો માટે આ નિઃશુલ્ક કેમ્પ યોજાશે. આ એસેસમેન્ટ કેમ્પ આગામી તારીખ ૦૩/૧૧/૨૦૨૬, મંગળવાર અને તારીખ ૦૪/૧૧/૨૦૨૬, બુધવારના રોજ…

Read More