દાવડ પ્રાથમિક શાળામાં SMC સશક્તિકરણ તાલીમમાં કલેક્ટર અને DDOનો સંવાદ

હિન્દ ન્યુઝ, સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ ઈડર તાલુકાની દાવડ પ્રાથમિક શાળાની મુલાકાત લઈ શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) સશક્તિકરણ તાલીમમાં સભ્યો સાથે સંવાદ કર્યો હતો.

આ પ્રસંગે શાળાના વિકાસ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, બાળકોના સર્વાંગી વિકાસ અને શિક્ષણમાં વાલીઓની સક્રિય ભાગીદારી વધારવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અધિકારીઓએ શાળામાં મધ્યાહન ભોજન અંતર્ગત તૈયાર કરવામાં આવેલી દાળ ઢોકળીનો આસ્વાદ પણ લીધો હતો.

શાળાના સ્ટાફ સાથે બેઠક યોજી શૈક્ષણિક કામગીરી અંગે માર્ગદર્શન આપવાની સાથે શાળાની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળા, વાલીઓ અને સમુદાયની સહભાગિતા મહત્ત્વપૂર્ણ છે.

Related posts

Leave a Comment