હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના ડુંગરી ગામના ભુરીયા મહેશભાઈનું પાકું ઘર બનાવવાનું સપનું પ્રધાનમંત્રી આવાસ યોજનાની મળેલી મદદથી પૂરું થયું છે. અગાઉ તેમનો પરિવાર કાચા મકાનમાં રહેતો હતો. આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી પાકું ઘર બનાવવું તેમના માટે મુશ્કેલ હતું.
કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભુરીયા મહેશભાઈને રૂ. ૧,૭૦,૦૦૦ની સહાય મળી હતી. આ રકમ અને પોતાની બચતનો ઉપયોગ કરીને તેમણે પરિવાર માટે પાકું મકાન બનાવ્યું છે. હવે તેમનો પરિવાર પાકા ઘરમાં સુરક્ષિત રીતે રહે છે.
લાભાર્થી મહેશભાઈએ જણાવ્યું હતું કે, અગાઉ કાચા મકાનમાં રહેતાં અનેક મુશ્કેલીઓ પડતી હતી. પાકું ઘર બનાવવાની ઇચ્છા તો હતી, પરંતુ પ શક્ય નહોતું. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાય મળતાં મેં મારું ઘર બનાવ્યું છે અને હવે પરિવારને પાકી છત મળી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય આપવા બદલ હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું.
