હિન્દ ન્યુઝ, અમદાવાદ
અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2026ના ચિલ્ડ્રન્સ પેવેલિયનમાં છઠ્ઠા દિવસે બાળકો માટે યોગ, વિજ્ઞાનના પ્રયોગો, આધુનિક ટેક્નોલોજી અને સાહિત્યનો અનોખો સંગમ જોવા મળ્યો.
– યોગ અને મેડિટેશન દ્વારા શારીરિક સ્વાસ્થ્ય તથા એકાગ્રતાનું મહત્ત્વ સમજાવાયું.
– STEM વર્કશોપમાં વિજ્ઞાનના પ્રયોગો દ્વારા બાળકોને પ્રાયોગિક શિક્ષણનો અનુભવ મળ્યો.
– AR/VR ટેક્નોલોજીની મદદથી બાળકોએ પ્લેન ઉડાડવાનો રોમાંચક અનુભવ મેળવ્યો.
– ‘મીટ ધ ઑથર’ સેશનમાં લેખક રામેન્દ્ર કુમારે બાળકો સાથે સંવાદ સાધ્યો અને લેખન, અભિવ્યક્તિ તથા સ્ટેજ ફિયર દૂર કરીને આત્મવિશ્વાસ વધારવા અંગે માર્ગદર્શન આપ્યું.
બાળકોમાં વાંચનનો રસ, વૈજ્ઞાનિક અભિગમ, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ વિકસાવવાના ઉદ્દેશ્ય સાથે ચિલ્ડ્રન્સ પેવેલિયન જ્ઞાન અને અનુભવનું એક અનોખું મંચ બની રહ્યું છે.
