પંચમહાલ,
પંચમહાલ જિલ્લામાં ગત કોવિડ-૧૯ સંક્રમણના ૪૩ નવા કેસ મળી આવતા કોવિડ-૧૯ સંક્રમણના કુલ કેસની સંખ્યા ૮૯૩એ પહોંચી છે. નવા મળી આવેલા કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી ૩૮ કેસો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ૦૫ કેસ મળી આવ્યા છે. ગોધરા શહેરમાંથી ૨૪, હાલોલમાંથી ૧૨ અને કાલોલમાંથી ૦૨ કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૭૦૩ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં કાલોલ ગ્રામ્યમાંથી ૦૩ કેસ અને મોરવા ગ્રામ્યમાંથી ૦૨ કેસ મળી આવ્યા છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણના કેસોની કુલ સંખ્યા૧૯૦ થવા પામી છે. સારવાર બાદ સાજા થતા કુલ ૫૦ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે કોરોનાથી સાજા થનાર દર્દીઓની કુલ સંખ્યા ૫૨૭ થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૩૦૮થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.
રિપોર્ટર : ઇકબાલ રાશીદ, ગોધરા