વાંકાનેર,
વાંકાનેર ખાતે શક્તિપરા સરકારી પ્રાથમિક શાળામાં આજે ૭૪ સ્વતંત્ર દિન નિમિત્તે તિરંગા ને સલામી આપી પર્વની ઉજવણી કરવામાં આવી. હસનપર ગ્રામ પંચાયતના સરપંચ રંજનબેન જીવણભાઈ હાજર રહેલ હતા તથા એસ.એમ.સી ના અધ્યક્ષ ચતુરભાઈ ના હસ્તે ધ્વવંદન કરવામાં આવેલ હતું. સાથે આ કાર્યક્રમ માં એસએમસી ના સભ્ય હસમુખભાઈ મકવાણા તથા આચાર્ય અને શિક્ષકગણ હાજર રહેલ હતા. આજનો આ પર્વ સરકારના પરિપત્ર અનુસાર કોરોનાવાયરસ ના કારણે સોશિયલ ડિસ્ટન્સ ને અનુસરી ઉજવવામાં આવેલ.
રિપોર્ટર : ચતુર બાબરીયા, વાંકાનેર