જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા એસએમસી પાર્ટી પ્લોટ- ઉમરા ખાતે નવરાત્રિ મહોત્સવમાં કાનૂની લીગલ હેલ્પ ડેસ્ક: તા.૨૦મી વિનામૂલ્યે કાનૂની સલાહ અને માર્ગદર્શન

હિન્દ ન્યુઝ, સુરત

    એસએમસી પાર્ટી પ્લોટ, ઉમરા ખાતે આયોજિત નવરાત્રિ મહોત્સવમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-સુરત દ્વારા કાનૂની લીગલ હેલ્પ ડેસ્ક અને જાગૃત્તિ સ્ટોલ ઉભો કરાયો છે. જેમાં તા.૨૦ ઓક્ટો. સુધી કાનૂની માર્ગદર્શન મેળવી શકાય છે. અહીં સ્ટોલ નં.૧૪ માં ગરબામાં આવતા શહેરીજનોને એડવોકેટ ભરત પંડિત દ્વારા વિનામૂલ્યે કાનૂની સલાહ અને માર્ગદર્શન આપવામાં આવે છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર એડવોકેટ પ્રીતિ જોષીએ સ્ટોલની મુલાકાત લઈ મુલાકાતીઓને પેમ્પલેટ વિતરણ કર્યા હતા. એડવોકેટ સંગીતા ખુંટનો પણ આ સ્ટોલમાં સહયોગ રહ્યો છે. 

Related posts

Leave a Comment