ઓખા ,
આજરોજ ઓખા નગરપાલિકા સંચાલિત હાઈસ્કૂલ માં 74-માં સ્વાતાંત્ર્ય દિવસ ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ માં ઉપસ્થિત શાળા ના આચાર્ય જે. બી. જાડેજા, એમ. ડી. જાડેજા, જતીનભાઈ રામાવત અને શિક્ષક ગણ હાજર રહ્યા હતા. 50% સ્ટાફ હાજર રહ્યા હતા, પરંતુ સરકાર નિયમ ને અનુસરી ને સોસીયલ ડિસ્ટન્સ જાળવી ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં શાળા ના શિક્ષિકા પૂજાબેન દવે એ આ રાષ્ટ્રીય તહેવાર વિશે પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. સાથે શાળાના તમામ શિક્ષકોએ આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ભારે જેહમત ઉઠાવી હતી.
રિપોર્ટ : પૂજા દવે, દેવભૂમિ દ્વારકા

