હિન્દ ન્યુઝ, સુરત
રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા બાંધકામ ક્ષેત્રના શ્રમિકોને તેમના કાર્યસ્થળે જ પ્રાથમિક આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી સુરત જિલ્લામાં વધુ ૨-ધન્વંતરી આરોગ્ય રથ તથા ૧-શ્રમ આરોગ્ય સંજીવની રથને કાર્યરત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવેલ આ આરોગ્ય રથોને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અનિલ પટેલ, ઇ.એમ.ઓ. ડૉ. મિતેશ પટેલ તથા આરોગ્ય વિભાગના વહીવટી અધિકારી એમ. બી. ચીખલકર અને એમ. કે. ગામીત દ્વારા જનસેવામાં કાર્યરત કરવામાં આવ્યા હતા અને આરોગ્ય રથની સુવિધાઓનું નિરીક્ષણ કરી તબીબી સ્ટાફને પ્રોત્સાહિત કર્યા હતા.
