હિન્દ ન્યુઝ, ભુજ આજરોજ સામાજિક વનીકરણ વિભાગ, કચ્છ દ્વારા ગાંધીધામના કંડલા ટિમ્બર એસોસિએશન હોલ ખાતે “ખેડૂત જાગૃતિ વર્કશોપ”નું આયોજન કરવામાં આવ્યું હતું. ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ “ખેડૂત જાગૃતિ વર્કશોપ”ને ખુલ્લો મૂકતાં જણાવ્યું હતું કે, આજનો કાર્યક્રમ એ ત્રિવેણી કાર્યક્રમ છે જેના કેન્દ્રમાં ખેડૂતનું કલ્યાણ અને પર્યાવરણનું સંરક્ષણ છે. કંડલા ટીમ્બર એસોસિએશનને અભિનંદન આપતાં રાજ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, એસોસિએશન પોતાની ફરજ સમજીને ખેડૂતોના વિકાસ માટે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી રહ્યું છે. ખેડૂતોને માત્ર પરંપરાગત ખેતી આધાર ન રાખીને કચ્છ સામાજિક વનવિભાગના નવી એગ્રો ફોરેસ્ટ્રી યોજનાનો લાભ લેવાનું આહ્વાન કરીને…
Read MoreDay: August 10, 2026
સિવિલ હોસ્પિટલ ખાતે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી : કર્મચારીઓએ આદિવાસી પરિધાનમાં સજ્જ થઈને પાઠવી શુભેચ્છાઓ
હિન્દ ન્યુઝ, સુરત સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ની અનોખી ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે નવી સિવિલ હોસ્પિટલ ખાતે પણ છેલ્લા કેટલાક વર્ષોની પરંપરા મુજબ આદિવાસી તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ અને તેમના પરિવારજનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી ઉજવવામાં આવ્યો હતો. આદિવાસી તબીબો- નર્સિંગ સ્ટાફ, કર્મચારીઓ દ્વારા પરંપરાગત આદિવાસી પરિધાનમાં સજ્જ થઈને આગામી ૧૫મી ઓગસ્ટ (સ્વાતંત્ર્ય દિન)ના સંદર્ભમાં રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે ભારત માતા કી જય, વંદે માતરમ ના જયઘોષ તેમજ આદિવાસી સંસ્કૃતિના ગૌરવસમા “જય જોહાર”ના નારાઓથી સિવિલ હોસ્પિટલ પરિસર ગુંજી ઉઠ્યું…
Read Moreકચ્છમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કાર્યવાહી: એનાલોગ પનીર અને ચીઝના ઉત્પાદન-વેચાણ સામે તપાસ ઝુંબેશ
હિન્દ ન્યુઝ, કચ્છ ગુજરાત સરકાર દ્વારા પનીર અને ચીઝ જેવા મૂળ ખાદ્યપદાર્થોના નામે વેચાતા કૃત્રિમ તથા ભળતા પદાર્થો—જેવાં કે ‘એનાલોગ પનીર’ અને ‘ચીઝ એનાલોગ’—ના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સરકારી હુકમનું અમલીકરણ સુનિશ્ચિત કરવાના ભાગરૂપે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ભુજ-કચ્છના ફૂડ સેફ્ટી ઑફિસર એસ બી.પટેલ, એમ.એમ.પટેલ, વી.એમ. બરંડા દ્વારા સમગ્ર જિલ્લામાં વ્યાપક તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ ખાસ ઝુંબેશ દરમિયાન કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ, રેસ્ટોરન્ટ તેમજ પનીરનું ઉત્પાદન અને વેચાણ કરતી…
Read Moreવિશ્વ આદિવાસી દિવસે નવી સિવિલ હોસ્પિટલમાં એક સાથે બે બ્રેઈનડેડ દર્દીઓના અંગદાન
હિન્દ ન્યુઝ, નવસારી વિશ્વ આદિવાસી દિવસે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે એકસાથે બે સફળ અંગદાન થયા છે. ગુજરાતમાં આ પ્રથમ એવી ઐતિહાસિક ઘટના બની છે કે જ્યાં એકસાથે બે અલગ-અલગ ઓપરેશન થિયેટરમાં બે બ્રેઈનડેડ દર્દીઓના અંગદાન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા છે અને અંગોને એકસાથે જ પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યા છે. બંને અંગદાતા નવસારી જિલ્લામાં વસતા હતા, જેમાં એક મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી હતા, જ્યારે અન્ય એક નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના સ્થાનિક હળપતિ સમાજના યુવાન હતા. જેમના અંગદાનથી કુલ ૬ જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે. નવી સિવિલના તબીબી અધિક્ષક ડો.…
Read Moreતા.૯ થી ૧૪ ઓગસ્ટ સુધી જિલ્લા અને તાલુકા કક્ષાએ ‘હર ઘર તિરંગા’ અભિયાન: તિરંગા યાત્રા તથા શાળા-કોલેજોમાં વિવિધ સ્પર્ધાઓ અને દેશભક્તિસભર કાર્યક્રમો યોજાશે
હિન્દ ન્યુઝ, સુરત સુરત જિલ્લામાં આગામી તા.૯ થી ૧૪મી ઓગસ્ટ સુધી વિવિધ વિભાગના કાર્યક્રમો, સ્પર્ધાઓ અને એક્ટીવિટીઝ દ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાન યોજાશે, જે સંદર્ભે મેયરશ્રી માયાબેન માવાણીની ઉપસ્થિતિમાં જિલ્લા કલેકટર શ્રી તેજસ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગૌરવની ભાવનાને વધુ પ્રબળ બનાવવાના હેતુ સાથે યોજાનાર હર ઘર તિરંગા અભિયાન હેઠળ શહેર-જિલ્લાના મહત્તમ નાગરિકોને સાંકળી લઈ વિશાળ જનભાગીદારી નોંધાવવા જિલ્લા કલેક્ટરએ અનુરોધ કર્યો હતો. સુરત જિલ્લામાં તિરંગાના માન સન્માન સાથે ભારે ઉત્સાહભેર તમામ કાર્યક્રમો યોજાય…
Read More